– સંયુક્ત રાષ્ટ્રની ખાધ્ય અને કૃષી એજન્સીનું એલર્ટ
પૂર્વ આફ્રિકાથી મહિના પછી ભારત અને પાકિસ્તાનમા ત્રાટકવાની આગાહી, ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ
– તીડની સાથે મોટી સંખ્યામાં અન્ય જીવડા પણ હોવાની શક્યતા, એક વર્ગ કિમીના અંતરમાં ઝુંડમાં આઠ કરોડ તીડ
સંયુક્ત રાષ્ટ્રએ ભારત સહિત કેટલાક દેશોને એલર્ટ કર્યા છે. પોતાના એલર્ટ સંદેશમાં કહ્યું છે કે આગામી મહિને ભારત અને પાકિસ્તાનમાં સૌથી ખતરનાક મનાતા તીડો ત્રાટકશે. ઉત્તર ગુજરાતમાં જે તીડો ત્રાટક્યા હતા તેનાથી પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. હાલ આ તીડ પૂર્વ આફ્રિકાથી ભારત અને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા છે. આ તીડ સૌથી ઘાતક માનવામાં આવે છે અને તેની સાથે અન્ય ખતરનાક જીવડા પણ આવી રહ્યા છે. જેનાથી લોકોના સ્વાસ્થ્ય અને સાથે જ ખેતરોમાં ઉભા પાકને માઠી અસર થશે.
આ તીડની સંખ્યા અબજોમાં હશે કેમ કે માત્ર એક વર્ગ કિમીના અંતરમાં એક ઝુંડમાં ઓછામાં ઓછા આઠ કરોડ તીડ હોય છે. ખાધ્ય તેમજ કૃષિ સંગઠન (એફએઓ)ના સીનિયર લોકસ્ટ ફોરકાસ્ટિંગ ઓફિસર કીથ ક્રેસમેને કહ્યું હતું હાલ અનેક દેશો સૌથી ખતરનાક આ તીડનો સામનો કરી રહ્યા છે અને હવે તેમાં ભારત અને પાકિસ્તાનનો પણ સમાવેશ થવા જઇ રહ્યો છે. હાલ આ તીડની સૌથી ઘાતક અસર પૂર્વી આફ્રિકામાં જોવા મળી રહી છે.
પૂર્વ આફ્રિકામાં આ તીડે લોકોના જીવન પર બહુ જ માઠી અસર પહોંચાડી છે. ઉભા પાકનો નાશ વાળી દીધો છે, લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઇ છે. આગામી દિવસોમાં હવે તે પશ્ચિમ આફ્રિકા તરફ વધશે, બાદમાં આ હિંદ મહાસાગર પાર કરીને ભારત અને પાકિસ્તાન તરફ આગળ વધી જશે. વર્તમાન સમયમાં તીડનો હુમલો કેન્યા, સોમાલિયા, ઇથોપિયા, દક્ષિણ ઇરાન અને પાકિસ્તાન કેટલાક હિસ્સાઓમાં પહેલાથી જ હાજર છે અને અસર પહોંચાડી રહ્યા છે. જૂનમાં આ તીડ કેન્યાથી ઇથોપિયાની સાથે જ સૂડાન અને શક્ય છે કે પશ્ચિમ આફ્રિકા તરફ ફેલાશે.
આ તીડ સામાન્ય નથી પણ સાથે અનેક પ્રકારનો રોગચાળો લાવે તેવી પણ શક્યતાઓ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર તીડની સંખ્યા અબજોમાં હશે અને તે એવા પાક પર ત્રાટકશે કે જે અનાજને લગતા હોય. જેને પગલે આવનારા દિવસોમાં તીડ આક્રમણથી અનાજના પાકોને ભારે નુકસાન થઇ શકે છે. આમ થવાથી વિશ્વ પર ભુખમરાનો ખતરો પણ રહેલો છે કેમ કે તીડની સંખ્યા એટલી છે કે એ જ્યાં પણ ત્રાટકે ત્યાં ઉભા પાકને સાફ કરી નાખે છે. સાથે જ જે તીડ ત્રાટકવાના છે તે પોતાની સાથે અનેક જીવડા પણ લાવી શકે છે અને બિમારી પણ લાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.