ભારતીય વાયુસેનાના પ્રમુખનું નિવેદન, આ અમારી મોટી ભૂલ હતી, આપણી જ મિસાઇલે MI-7 હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું

(IAF) ના નવા પ્રમુખ એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં થયેલા MI-17 હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત પર કહ્યું કે કોર્ટ ઓફ ઇન્કવાયરી પુરી થઇ ગઇ છે અને અમારી મોટી ભૂલ હતી જેમાં આપણી જ મિસાઇલે MI-17 હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. અમે બે ઓફિસર વિરુધ્ધ કાર્યવાહી કરીશું. અમે સ્વીકાર કરીએ છીએ કે આ અમારી ભુલ હતી અને હવે ભવિષ્યમાં આવી ભુલ ન થાય તેવું ધ્યાન રાખીશું. 

એર ચીફ માર્શલે ભૂલ સ્વીકારી

બાલાકોટ એરસ્ટ્રાઇક પછી ભારતીય વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર શ્રીનગર પાસે પેટ્રોલિંગ કરી રહ્યું હતું. પરંતુ તેના પરતું તેના પર ખોટી મિસાઇલ હુમલો થયો હતો. કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં સામે આવ્યું હતું કે આપણા જ દેશના સ્પાઇડર એર ડિફેન્સ તરફથી હેલિકોપ્ટર પર મિસાઇલ છોડવામાં આવી હતી. હેલિકોપ્ટરે 10 મિનીટ પહેલા જ ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે આ દૂર્ઘટનામાં MI-7 હેલિકોપ્ટરમાં સવાર 7 લોકોના મોત નિપજ્યાં હતા.

રેડિયો સંચાર સુનિશ્ચિત કરવા ઉઠાવ્યું પગલુ

ભારતીય વાયુસેના (IAF) પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદોરિયાને સવાલ પુછવામાં આવ્યો હતો કે પાકિસ્તાન ભારત દ્વારા પોતાના પાયલટો સાથે કરવામાં આવતી વાતચીતને જામ કરી શકશે, જે રીતે વિંગ કમાન્ડર અભિનંદનના મામલામાં કર્યું હતુ. પરંતુ વાયુસેનાના પ્રમુખે જવાબ આપતાં કહ્યું કે અમે સુરક્ષિત રેડિયો સંચાર સુનિશ્ચિત કરવા પગલુ ઉઠાવ્યું છે. તેઓ હવે અમારી વાતચીત સાંભળી શકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.