સુરત માંથી બહાર જતા હોય કે બહારથી સુરત આવતા હોય તેવા વ્યક્તિઓને ફરજિયાત હોમ કોરેન્ટાઈન રહેવાનો સરકારનો નિયમ છે. પરંતુ આ નિયમ સુરતના સાંસદ અને ભાજપના કોર્પોરેટર ને લાગુ પડતો ન હોય તેવી કરતુત કરી રહ્યા છે અને શહેરીજનોને નુકસાન પહોંચાડવા ની ચેષ્ટા કરી રહ્યા છે. જે લોકો આ નિયમનો ભંગ કરે છે, તેમની સામે તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ આ નેતાઓને રોકનાર કોણ છે?.
નવસારીના સાંસદ સી આર પાટીલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ને કોરોના નો ડર નથી અથવા તેમના વિસ્તારમાં રહેતા તેમના સાગરીતોને કોરોના થશે જ નહીં તેવો આત્મવિશ્વાસ હોય તેવી રીતે પોતાના કાર્યકરોને રાજ્ય બહારથી આવવું હોય તો બોલાવી લેવા ના હુકમ કરી રહ્યા છે. સાથે સાથે બહાર ફરવાની પણ છૂટછાટ અપાવી રહ્યા હોય તેવી એક ફેસબુક પોસ્ટ ભાજપના એક નેતાએ કરતા અનેક વિવાદો ઊભા થયા છે.
સુરતમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને ડુંભાલ પરવત વિસ્તારના કોર્પોરેટર વિજય ચોમાલએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તે સી.આર.પાટીલ સાથે વિડિયો કોન્ફરન્સિંગ પર વાત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે સાથે સાથે મહાશય લખી રહ્યા છે કે,જેનો ભાવાર્થ છે કે, રાજસ્થાન ગયેલા ઘણા લોકોને સુરત આવવામાં ડર લાગી રહ્યો છે. કારણ કે અહીંયા ક્વોરેન્ટાઇન થવું પડશે. ત્યારે સાંસદ શ્રી એ કહ્યું કે તમને બોલાવી લો કોઈને ક્વોરેન્ટાઇન થવું નહીં પડે. અને સાથે સાથે સાંસદ ઉદાહરણ પણ દઈ રહ્યા છે કે પોતાના કોઈ સાગરીત દિનેશજી રાજપુરોહિત હમણાં જ ત્રણ દિવસ પહેલા sirohi(રાજસ્થાનનું શહેર) જઈને આવ્યા અને અત્યારે સુરતમાં ખુલ્લેઆમ કરી રહ્યા છે.
આ બાબતે સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરતા તેમની સાથે વાતચીત થઈ શકી નથી અને કોર્પોરેટરે પણ ફોન ઊંચક્યો ન હતો. નેતાઓની આવી નીતિઓને કારણે લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે નિયમો શું જનતા માટે જ હોય છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.