ટેલિકોમ કંપની ભારતી એરટેલે એ એરટેલ રિચાર્જ બોનાન્ઝા કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. તેના અંતર્ગત એરટેલ તેના ગ્રાહકોને રિચાર્જ પર આઇફોન અને ગોલ્ડ જીતવાની તક આપી રહ્યું છે. તેના માટે ગ્રાહકોએ ફક્ત અનલિમિટેડ પ્લાનનું રિચાર્જ કરવું પડશે. કંપનીએ આ કોન્ટેસ્ટની માહિતી એરટેલ Thanks App પર આપી છે.
OnlyTech રિપોર્ટના મતે આ કોન્ટેસ્ટ 20મી મેના રોજ બપોરે 12:00 વાગ્યે લાઇવ થઈ છે. કોન્ટેસ્ટની અંતર્ગત પ્રીપેડ યુઝર્સની પાસે દરરોજ આઇફોન XR જીતવાની તક હોય છે. આ સિવાય ગ્રાહકો દરરોજ 100 રૂપિયાની કિંમતના એમેઝોન ગિફ્ટ વાઉચર્સ અને દર મહિને 100 ગ્રામ 24 કેરેટ ગોલ્ડના સિક્કા જીતી શકે છે.
કેવી રીતે કોન્ટેસ્ટમાં ભાગ લેવો
આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે એરટેલના પ્રીપેડ ગ્રાહકોને કોઈપણ અનલિમિટેડ પ્લાનનું રિચાર્જ કરાવું પડશે જેની કિંમત રૂ.199થી વધુ હોય. ધ્યાનમાં રાખો કે આ રિચાર્જ ફક્ત એરટેલ Thanks APP દ્વારા જ કરવામાં આવે. જો આ એપ્લિકેશન ફોનમાં નથી તો તમે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ કોન્ટેસ્ટ 21 જૂન સુધી ચાલશે જેમાં એરટેલના તમામ પ્રીપેડ ગ્રાહકો ભાગ લઈ શકશે. કંપનીનું કહેવું છે કે જેટલું વધું રિચાર્જ થશે એટલા જ જીતવાના ચાન્સ વધી જશે.
આ રીતે વિજેતાઓની પસંદગી કરવામાં આવશે
એરટેલે જણાવ્યું હતું કે આ સ્પર્ધાના વિજેતાની પસંદગી રેન્ડમ પસંદગી દ્વારા કરવામાં આવશે અને પ્રક્રિયાને કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવશે. તેના અંતર્ગત આઇફોન એક્સઆરનો દરરોજ એક વિજેતા, એમેઝોન વાઉચરોના દરરોજ 500 વિજેતાઓ અને સોનાના સિક્કા માટે મહિનામાં એક વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાઓને એસએમએસ અથવા નોંધાયેલા મોબાઈલ નંબર દ્વારા માહિતી આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.