દેશભરમાં કોરોનાના આઈસોલેશન વોર્ડમાં હજારો દર્દીઓ ભરતી છે.આમાંથી મોટાભાગનામાં કોઈ લક્ષણ નથી હોતા અને તેઓ ટાઈમ પાસ માટે તથા સ્વજનો સાથે વાત કરવા મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.
પણ દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં કોરોનાના આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ હવે મોબાઈલ નહી રાખી શકે.
આ નવા નિયમથી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ભડકયા છે.તેમણે યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, મોબાઈલ પર બેનની નહી સેનિટાઈઝેશની જરુર છે.દર્દીઓ માટે મોબાઈલ જ માનસિક સરાહો હોય છે.જોકે હોસ્પિટલોની ખરાબ સ્થિતિનુ સત્ય લોકો સુધી ના પહોંચે એ માટે સરકારે મોબાઈલ પર પ્રતિબંધ મુક્યો છે.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, કોરોનાકાળમાં સરકારનો ગેરવહિવટ લોકોને ખુલ્લા પગે રસ્તા પર ચાલવા મજબૂર કરી રહયો છે.જેમની પાસે લોકોને સહાનૂભૂતિની અપેક્ષા હતી તે જ સરકાર લોકોની પીડાનુ કારણ બની રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.