ભારતમાં ડુંગળીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકાર એવો દાવો કરી રહી છે કે ડુંગળીનો પૂરતો જથ્થો છે અને ભારતમાં કોઈ ડુંગળીની અછત સર્જાવાની નથી.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાત પર છે. તેઓએ એક કાર્યક્રમમાં ડુંગળીને લઈને પોતાના મનની વાત કરી દીધી. તેઓએ કહ્યું ડુંગળીના લીધે અમારે પરેશાની થઈ છે. મને ખબર નથી કે તમે કેમ ડુંગળી બંધ કરી દીધી? મેં પોતાના રસોઈયાને કહી દીધું કે હવેથી જમવામાં ડુંગળી બંધ કરી દો.
આમ ખુદ બાંગ્લાદેશના પીએમ ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધથી થોડા નારાજ જોવા મળ્યા હતા. તેઓએ કહ્યું કે ભારત આવા નિર્ણયો પહેલાં જાણ કરીને લે જેથી અમે વ્યવસ્થા કરી શકીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.