દેશમાં 24 કલાકમાં 6700થી વધારે કોરોનાના કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ 3867 મોત

દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 31 હજારને પાર પહોંચી ગઈ છે. એક દિવસમાં 6,767 નવા કેસ સામે આવ્યા છે. કોવિડ-19થી મૃતકોની સંખ્યા વધીને 3,867 થઈ ગઈ છે.

કોવિડ-19 સંક્રમણથી સાજા થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યા 54,441 છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે દર્દી સામે આવ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 47 હજારને પાર પહોંચી ગઈ છે. એક દિવસમાં 2,608 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કારણે 1,577 લોકોના મોત થઈ ચૂક્યા છે.

અમેરિકાથી પાછા ફરેલા 21 મુસાફર કોરોના પોઝિટિવ

વંદે ભારત મિશન હેઠળ અમેરિકાથી હરિયાણા પાછા ફરેલા 73 લોકોમાંથી 21 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી છે. 2 મુસાફરની રિપોર્ટ અત્યારે શંકાસ્પદ છે.

અમેરિકાથી આવેલા તમામ મુસાફરને પંચકૂલામાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરી દીધા છે. અમેરિકાથી આ તમામ ભારતીય 19 મે એ દેશ પહોંચ્યા હતા.

ગુજરાતમાં સંક્રમિત 13 હજારને પાર

ગુજરાતમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 396 નવા કેસ નોંધવામાં આવ્યા. રાજ્યમાં 13 હજારથી વધારે લોકો કોરોના પોઝિટિવ મેળવવામાં આવ્યા છે. અહીં અત્યાર સુધી કુલ 802 લોકોના મોત થઈ ચૂક્યા છે.

તમિલનાડુમાં અત્યાર સુધી 98 લોકોના મોત

તમિલનાડુમાં કોરોના પોઝિટિવના એક દિવસમાં 786 નવા મામલે સામે આવ્યા. અહીં કોરોના દર્દીઓની સંખ્યા 14, 753 છે. અત્યાર સુધી 98 લોકોના મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રમાં 47 હજારથી વધારે સંક્રમિત

દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધારે દર્દી છે. અહીં કોવિડ-19 સંક્રમિતોનો આંકડો 47 હજાને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2,608 નવા કેસ સામે આવ્યા છે. આ રાજ્યમાં અત્યાર સુધી 1577 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.