કોરોના : સૌથી વધુ રિક્વરી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત 13મા સ્થાને

– ગુજરાતમાં કોરોનાને હરાવનારાની સરેરાશ 4

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક 13 હજારને પાર થઇ ગયો છે. જોકે, હવે ગુજરાતમાં રીક્વરી રેટમાં એટલે કે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત સુધારો થઇ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 22 મેની સ્થિતિએ કુલ 13273 કેસમાંથી 5880 દર્દીઓ સાજા થયા છે. આમ, ગુજરાતમાં હાલ કોરોનાનો રીક્વરી રેટ 42.51 % થઇ ગયો છે.

પંજાબમાં સાજા થવાનો દર 89.69% : તામિલનાડુમાં ગુજરાત કરતા વધુ કેસ છતાં રીક્વરી રેટ 44.98%

ગુજરાતમાં અગાઉની સરખામણીએ રીક્વરી રેટમાં ચોક્કસ સુધારો થયો છે. પરંતુ તેનાથી હજુ ખાસ હરખાવવા જેવું પણ નથી. કેમકે,  દેશના જે રાજ્યોમાં કોરોનાનો રીક્વરી રેટ સૌથી વધુ હોય તેમાં ગુજરાત હજુ ટોચના 12 રાજ્યોમાં પણ નથી. 22 મેની સ્થિતિ પ્રમાણે પંજાબમાં સૌથી વધુ 89.69 ટકા રીક્વરી રેટ છે. મતલબ કે, પંજાબમાં નોંધાયેલા કુલ કેસમાંથી 1847 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. પંજાબમાં અત્યારસુધી કોરોનાથી 39 વ્યક્તિના મૃત્યુ થયા છે. કોરોનાનો સૌથી વધુ રીક્વરી રેટ ધરાવતા રાજ્યોમાં કેરળ 73.91 ટકા સાથે બીજા સ્થાને છે. કેરળમાં નોંધાયેલા 733 કેસમાંથી 512 વ્યક્તિ સાજી થઇ ગઇ થઇ ગઇ છે અને ત્યાં અત્યારસુધી કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે.  હરિયાણા આ યાદીમાં 66.05 ટકા સાથે ત્રીજા સ્થાને છે. ત્યાં અત્યારસુધી 1067 કેસમાંથી 706 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. કોરોનામાં સૌથી વધુ રીકવ્રી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હાલમાં 13માં સ્થાને છે. કોરોનાના સૌથી વધુ કેસમાં જ નહીં રીક્વરી રેટમાં પણ તામિલનાડુ ગુજરાત કરતા આગળ છે.તામિલાડુમાં નોંધાયેલા કુલ 14753 કેસમાંથી 7128 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. આમ, તેનો રીક્વરી રેટ 44.98 ટકા છે. સમગ્ર દેશના સંદર્ભમાં કહેવામાં આવે તો કુલ 1.25 લાખ કેસમાંથી 51836 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. અને રીક્વરી રેટ 41.43 ટકા છે.

કોરોના : સૌથી વધુ રિક્વરી રેટ ધરાવતા રાજ્યો

રાજ્ય કેસ સાજા થયેલા દર્દી રીક્વરી રેટ

પંજાબ 2029 1847 89.69%

કેરળ 733 512 73.91%

હરિયાણા 1067 706 66.05%

તેલંગાણા 1761 1043 60.92%

ઉત્તર પ્રદેશ 5735 3324 58.10%

રાજસ્થાન 6542 3692 55.97%

દિલ્હી 12319 5897 47.75%

મધ્ય પ્રદેશ 6170 3089 47.53%

જમ્મુ કાશ્મીર 1489 720 47.20%

છત્તીસગઢ 172 62 46.09%

તામિલનાડુ 14753 7128 44.98%

ગુજરાત 13723 5880 42.51%

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.