અમદાવાદમાં કોવિડ-ની સારવારમાં ખાનગી હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ શરૂ કરી છે. હાઇકોર્ટ અને સરકાર,ગોમતીપુર વિસ્તારના એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા પરિવાજનોને માતબર રકમનું બિલ આપી દેવાયું હતુ. પરિવારજનો બિલ ભરે તો જ મૃતદેહ આપવાનું હોસ્પિટલે જણાવ્યું હતું.
હોસ્પિટલે શરૂઆતમાં આશરે 2 લાખનું બિલ બનશે તેવી ખાતરી આપી હતી. પરંતુ દર્દીના મૃત્યુ બાદ 4.75 લાખ રૂપિયાનું બિલ પરિવારજનોને આપવામાં આવ્યું છે. 14 તારીખે ગોમતીપુરના દર્દીને તપન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારે રોજના 21,000 રૂપિયા વેન્ટિલેટર સાથેનો ચાર્જ હોસ્પિટલમાં થશે તેવું તેના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલ દ્વારા 4.75 લાખનું બિલ સવારે આપવામાં આવ્યું.
આદેશની અવગણના કરી રહ્યાં છે, અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલે દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરી છે તેવો પરિવારજનોનો આરોપ છે. 2 લાખ કહીને 5 લાખનું બિલ આપ્યું છે. 9 દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું, ત્યારે હોસ્પિટલ દ્વારા મૃતદેહ પણ આપવાનો ઇન્કાર કરાયો હતો. પહેલા રૂપિયા બાદમાં મૃતદેહ તેવું કહીને હોસ્પિટલે મૃતદેહ સોંપ્યો નહિ. પરિવારજનોએ મૃતદેહ મેળવવા હોસ્પિટલ સત્તાધીશો સામે આજીજી કરી હતી.
એએમસી દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની સારવાર માટેની 42 હોસ્પિટલમાં તપન હોસ્પિટલનો સમાવેશ કરાયો છે. ત્યારે તપન હોસ્પિટલે સરકાર દ્વારા જાહેર કરાયેલા ચાર્જ કરતા બે ગણો ચાર્જ વસૂલ્યો છે. અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલની મનમાની સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.