ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ મામલે આ સંસ્થાએ ઉઠાવ્યા ગંભીર સવાલ, વધુ મોતની સંખ્યા માટે જણાવ્યું આ કારણ

ગુજરાતમાં ટેસ્ટિંગ મામલે અહેમદ પટેલે સવાલો ઉઠાવ્યા બાદ ગુજરાતમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો આવ્યો છે. તેવમાં હવે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા આરોગ્ય સચિવ જયંતિ રવિને પત્ર લખીને ગુજરાતમાં થઈ રહેલાં ઓછા ટેસ્ટિંગ મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અને ત્રણ સવાલો પણ પુછ્યા છે. એટલું જ નહીં એસોસિયેશન દ્વારા ગુજરાતમાં વધી રહેલાં મૃત્યુદર મામલે પણ ઓછા ટેસ્ટિંગને જવાબદાર ગણવામાં આવ્યા છે.

અમદાવાદ હોસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા પુછવામાં આવેલો એક સવાલ એ હતો કે, ખાનગી લેબમાં પરવાનગી બાદ જ ટેસ્ટિંગ થઈ શકશે આ નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો છે, જો કોઈ મુશ્કેલી ઉભી થશે તો આ નિર્ણય લેનાર જવાબદાર રહેશે.આ પોલિસીને અમલમાં મુકતા પહેલા કોઈ આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય લેવાયો હતો?ટેસ્ટિંગની સંખ્યાને નિયંત્રણમાં રાખીને વધારે ટેસ્ટિંગ ન કરવાનો નિર્ણય લેવા પાછળનો શું તર્ક છે?

તો સાથે પત્રમાં એમ જણાવાયું છે કે, મેડિકલ ઈમરજન્સી હોય તેવા દર્દીઓની સર્જરી પહેલા ટેસ્ટિંગ જરૂરી છે ત્યારે તેવા દર્દીઓના ટેસ્ટ્સ ઝડપથી કરવામાં આવે એ ખૂબ જરૂરી છે, જેથી દર્દીઓને બીજી કોઈ સમસ્યા ન થાય. કોવિડ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે અંગે કહ્યું કે દર્દીઓને જલ્દીમાં હોસ્પિટલમાં લઇ લેવાય એ જરૂરી છે નહિતર દર્દીને દાખલ કરવામાં 2-3 દિવસનું મોડું થાય ત્યારે દર્દીના સગાવ્હાલાઓ ચિંતામાં મુકાય છે અને જો દર્દી પોઝિટિવ છે તો તેના સગાવ્હાલાઓ તેની સાથે જ રહેતા હોવાથી તેઓ સુપરસ્પ્રેડર બને તેવી સંભાવના રહેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.