દેશમાં કોરોના દર્દીઓના આંકડામાં જોરદાર ઉછાળો આવ્યો છે. 24 કલાકમાં કોરોનાના 6977 નવા કેસ સામે આવ્યા છે અને 154 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સોમવારે સવારે જારી અપડેટ અનુસાર, હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1 લાખ 38 હજાર 845 છે જેમાં 4 હજાર 21 લોકોના મોત નીપજ્યા છે.
કોરોનાના સાજા થનાર આંકડા વધીને 57 હજારને પાર પહોંચ્યો છે. હવે અત્યાર સુધી 57 હજાર 721 લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં 77 હજાર 103 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 3 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. અહીં કુલ દર્દીઓની સંખ્યા 50 હજારને પાર છે અને 1635 લોકોના મોત નીપજ્યા છે.
તમિલનાડુમાં કોરોના દર્દીઓનો આંકડો 16 હજારને પાર કરી દીધો છે. અહીં કુલ દર્દીઓની સંખ્યા 16 હજાર 277 છે અને 111 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 14 હજારને પાર પહોંચી ગયો છે. અહીં અત્યાર સુધી 858 લોકોના મોત નીપજ્યા છે.
દિલ્હીમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 13 હજાર 418 થઈ ગયા છે. જેમાં 261 લોકોના મોત નીપજ્યા છે. રાજસ્થાનમાં કુલ દર્દીઓની સંખ્યા 7 હજારના પાર છે અને અહીં 163 લોકોના મોત થઈ ચૂક્યા છે. મધ્ય પ્રદેશમાં દર્દીઓનો આંકડો 6665 છે અને 290 લોકોના મોત નીપજ્યા છે.
આ સિવાય ઉત્તર પ્રદેશમાં કુલ દર્દીઓની સંખ્યા 6268 થઈ ગયા છે જેમાં 161 લોકોના મોત નીપજ્યા છે. પશ્ચિમ બંગાળમાં દર્દીઓનો આંકડો 3667 થઈ ગયા છે, જેમાં 272 લોકોના મોત નીપજ્યા છે જ્યારે પંજાબમાં દર્દીઓની સંખ્યા 2060 છે જેમાં 40 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.