ડોમેસ્ટીક ફ્લાઇટમાં યાત્રા કરી રહેલા યાત્રીઓ શું છે હાલનુ ટીકીટભાડુ,જોણો વિગતે

બે મહિના બંધ રહ્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સોમવારે એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. સરકારે આ હવાઈ મુસાફરીનું ભાડુ પહેલેથી જ કૈપિંગ કરી દીધું છે. હવાઇ મુસાફરીના ભાડાને નિયંત્રિત કરવા સરકારે મુસાફરીના સમય(ટ્રાવેલ ટાઈમ)ના આધારે તેને 7 વર્ગોમાં વહેંચી દીધું છે.

  • એરલાઈન્સ મન ફાવે તેમ ભાડુ ન વસૂલી શકે તે માટે નિયમ
  • સરકારે પહેલીથી જ ભાડાનો દર નક્કી કરી દીદો
  • ભાડુ 7 વર્ગોમાં વહેંચીને નક્કી કરવામાં આવ્યું છે

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, મુસાફરીના સમયના આધારે ભાડાને 7 બેન્ડ્સ (ભાગો) માં વહેંચવામાં આવ્યું છે. આગામી ત્રણ મહિના સુધી મુસાફરો પાસેથી આ જ લાઈન પર ભાડુ લેવામાં આવશે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે એરલાઇન્સ પોતાને ભાડામાં વધારો કરી શકશે નહીં અને મુસાફરોને ઓછા ભાડા પર મુસાફરી કરવાની સુવિધા મળશે.

સરકારની સૂચના પ્રમાણે એરલાઇન્સે સરેરાશ 40 ટકાના મુસાફરી ટિકિટને ઓછા દરે વેચવી ફરજિયાત રહેશે. આ ભાડુ આશરે 6700 રૂપિયા હશે. સરકારે એરલાઇન્સ, એરપોર્ટ અને અન્ય પક્ષો માટે અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે. દેશમાં છેલ્લા 4 દિવસથી કોવિડ -19 ના 6,000 થી વધુ નવા કેસ નોંધાયા હોવાના એક સમયે દેશમાં 25 માર્ચથી જારી થયેલ લોકડાઉનના ચોથા તબક્કાના છેલ્લા અઠવાડિયામાં ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. રવિવારે દેશમાં કોરોના વાયરસથી 6,767 લોકોને ચેપ લાગવાની પુષ્ટિ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.