કર્ ઓઢવ-અમરાઇવાડી પોલીસ ઇન્સ્પેકટર કોરોનામાં સપડાયા
– 273 પોલીસ કર્મચારી સાજા થતાં રજા આપી: 742 હોમ કવૉરન્ટાઇન હેઠળ
અમદાવાદમાં કોરાનાની મહામારી વચ્ચે પ્રજાજનો સાથે સતત ફરજ બજાવતા અત્યાર સુધીમાં કુલ 361 પોલીસ અધિકારી અને કર્મચારીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા હતા. જેમાં 273 કર્મચારીઓએ કોરોનાને હરાવીને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે. જ્યારે હજુ 88 પોલીસ અધિકારી અને કર્મચારીઓ અમદાવાદની વિવિધ હાસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે ચાર પોલીસ કર્મચારીઓના અવસાન થયા છે.
અમદાવાદમાં કોરોનાના રોગચાળા વચ્ચે શહેરના કોરોના ગ્રસ્ત સહિતના વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારી તથા કર્મચારી સહિત આજદિન સુધીમાં કુલ361 પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરની એસવીપી, સિવિલ અને સમરસ સહિતની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, જે પૈકી 273 પોલીસ કર્મચારીઓ કોરોનાને હરાવી સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે, જ્યારે હજુ 88 કર્મચારી સારવાર લઇ રહ્યા છે.
પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને રાયોટિંગ સહિતનાગુનાના કામના આરોપીને પકડતા હોય છે, ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલા કોડિવ-19નો ટેસ્ટ કરવાનો હોય છે તેવા સમયે આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પોલીસ કર્મચારીઓ પણ આરોપીના સંપર્કમાં આવ્યા હોવાથી તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી એક પછી એક પોસલીસ જવાનો કોરોનામાં સપડાઇ રહ્યા છે, જેમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પીઆઇ તથા ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલમાં તેઓ સારવાર હેઠળ છે.
જ્યારે અત્યાર અમદાાવદ શહેરમાં કુલ 742 પોલીસ અધિકારી, કર્મચારીને હોમ ક્વૉરન્ટાઇ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારી તથા અન્ય એજન્સીના કર્મચારીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમના સારવાર માટે નરોડાની શેબ્લી હોસ્પિટલમા સ્પેશિયલ હોસ્પિટલની સગવડ કરવામાં આવી છે.
કયા રાજ્યોમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ?
રાજ્ય કુલ ટેસ્ટ પ્રતિ 10 લાખની વસ્તીએ કુલ કેસ
તામિલનાડુ 4,21,450 5568 17728
મહારાષ્ટ્ર 3,90,757 3199 54758
રાજસ્થાન 3,37,159 4364 7536
આંધ્ર પ્રદેશ 3,22, 714 6180 2983
ઉત્તર પ્રદેશ 2,35,622 1047 6724
ગુજરાત 1,89,313 2743 14829
દિલ્હી 1,78,579 9013 14465
પશ્ચિમ બંગાળ 1,57,277 1623 7024
મધ્ય પ્રદેશ 1,38,584 1685 7024
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.