મંદીનો માર સહન કરી રહેલા સુરતના હિરા ઉદ્યોગને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરતના કરોડો રૂપિયાના હીરાના પાર્સલ મુંબઈમાં જપ્ત થવાના કારણે હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇ આચાર સહિંતા લાગુ કરવામાં આવી છે. આચાર સહિના લાગુ થતા મોટી રકમો અને કિમતી વસ્તુઓની હેરાફેરી પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન નાણાકીય મોટા વ્યવહારો કે, કિમતી વસ્તુની હેરાફેરી ન થાય તે માટે પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકિંગની કાર્યવાહી દરમિયાન 2 ઓક્ટોબરના રોજ મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશન નજીક આંગળીયા પેઢીને કેટલાક કર્મચારીઓ પાસેથી પોલીસ દ્વારા 2 હજાર કરતા વધારે હીરાના પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, દિવાળી પહેલા જ આચાર સહિંતાના કારણે 2 હજાર પાર્સલમાં કરોડો રૂપિયાનો હીરાનો માલ જપ્ત કરવામાં આવતા સુરતના ડાયમંડ વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને તહેવારોની સીઝનમાં હીરામાં કામ કરતા કર્મચારીઓને પૂરતું કામ ન થતા, તેહેવારની ઉજવણીને લઇને તેઓ પણ ચિંતામાં મુકાયા છે, તો કેટલીક હીરાની કંપનીઓ દ્વારા કર્મચારીઓને છૂટ્ટા કરી દેવામાં આવ્યા છે. છૂટ્ટા થયેલા કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવાની ચિંતા સતાવી રહી છે, આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાના હીરાના પાર્સલ જપ્ત થતા ડાયમંડ ઉદ્યોગ પર ફરી એક વાર સંકટ આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.