ચીનને ઝટકો: નેપાળે છોડી દીધી જીદ, ભારતના હિસ્સાને નકશામાં નહીં દર્શાવે

ભારતના સખત વિરોધની અવગણના કરતા નેપાળ સરકારે પોતાના દેશનો નવો રાજકીય અને પ્રશાસનિક નક્શો જાહેર કરી ભારતીય વિસ્તારો લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાનો કુલ 395 વર્ગ કિમીનો કુલ વિસ્તાર પોતાનો દર્શાવી દીધો હતો. જોકે, ભારત સાથે રાજકીય અને કૂટનીતિક સંબંધોમાં આવેલી ખટાસની વચ્ચે પીછે હટ કરી છે.

નેપાળ તરફી જારી કરવામાં આવેલા નક્શાને દેશના બંધારણમાં સામેલ કરવા માટે આજે સંસદમાં સંવિધાન સંશોધનનો પ્રસ્તાવ મુકવાનો હતો. પરંતુ નેપાળ સરકારે છેલ્લી ઘડીએ સંસદની કાર્યસૂચીમાંથી આજે બંધારણ સંશોધની કાર્યવાહીને હટાવી દીધી.

નેપાળના સત્તાપક્ષ અને વિપક્ષ બંને વચ્ચે પરસ્પર સહમતી બાદ હાલ પુરતી આ કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે. મંગળવારના રોજ નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ નવા નક્શા મુદ્દે એક સહમતિ બનાવવા માટે સર્વદલીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષના નેતાઓએ ભારત સાથે વાતચીત કરી કોઇ આ મુદ્દો હલ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

ભારત સાથે દ્વિપક્ષીય વાર્તાનો માહોલ બનાવા માટે નેપાળે પોતાની તરફથી આ પગલું ઉઠાવ્યું છે. ભારતીય વિદેશ મંત્ર્યાલયે નેપાળ સાથે વાતચીત કરવાની માગ કરી હતી. નેપાળે નવા નક્શાને સંસદમાં રજૂ ન કરી કૂટનીતિક રીતે પરિપક્વતાનું ઉદાહરણ આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.