અમેરિકામાં કોરોનાથી થતા મોતની સંખ્યા છેલ્લા 44 વર્ષોના યુદ્ધમાં થતા મૃત્યુ કરતા વધારે

કોરોનાથી માત્ર ત્રણ મહિનામાં એક લાખથી વધારે લોકોના મૃત્યુ થયા.અમેરિકામા કોરોના સંક્રમણથી મોતનો આંકડો 1 લાખથી પણ આગળ પહોંચી ગયો છે. જો કે વર્લ્ડમીટર અને કેટલીક અન્ય વેબસાઇટ્સે બુધવારે જ 1 લાખ મૃત્યુ થયા હોવાનું જાહેર કરી દીધું હતું પરંતુ અમેરિકાના ઑફિશિયલ ડેટામાં આજે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા જાહેર કરી છે.

અમેરિકાએ છેલ્લા 44 વર્ષોમાં કોરિયા, વિયતનામ, ઇરાક અને અફઘાનિસ્તાનમાં ભીષણ યુદ્ધ કર્યા છે પરંતુ કોરોનાથી માત્ર ત્રણ મહિનામાં યુદ્ધ કરતા વધારે અમેરિકન લોકોના મૃત્યુ થયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ દાવો કરી રહ્યા છે કે અમેરિકામાંથી કોરોના સંક્રમણનો સૌથી ખરાબ સમય પસાર થઇ ગયો છે. પરંતુ બુધવારે પણ અહીં 20,000થી વધારે સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે અને 1500થી વધારે લોકોના કોરોનાથી મોત થઇ ચુક્યા છે.

ટ્રમ્પ કોરોના વાયરસને ચીની વાયરસ કહી રહ્યા છે અને સતત ચીન પર નિશાન સાધી રહ્યા છે, પરંતુ અમેરિકાના વૈજ્ઞાનિકો જ તેમના કોરોના સંક્રમણને અટકાવવાને લઇને જાહેર કરતા નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.