ચીન સામે હવે અમેરિકા ઉતર્યુ મુસ્લિમ કાર્ડ, આ બિલ કર્યુ સંસદમાં પસાર, કોરોના કહેર વચ્ચે અમેરિકા ચીનને ચારે તરફથી ઘેરી રહ્યુ છે.
અમેરિકાએ હવે ચીનની સામે મુસ્લિમ કાર્ડ ઉતાર્યુ છે. ચીનના ઉઈગુર મુસ્લિમો પર ચીનના અત્યાચારો જગજાહેર છે ત્યારે આ માટે જવાબદાર ચીની અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવા માટેના કાયદાને અમેરિકાની સંસદ ભારે બહુમતિ સાથે મંજૂરી આપી દીધી છે.
હવે આ બિલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યુ છે.બિલના ફેવરમાં 413 અને વિરુધ્ધમાં માત્ર 1 જ મત પડ્યો હતો.આ બિલને સર્વસંમતિથી પસાર કરાયુ છે. જેથી માનવધિકારીનુ ઉલ્લંઘન કરનાર ચીન પર પ્રતિબંધ લગાવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.