લૉકડાઉન 5.0 પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. 31 મેએ મનકી બાત કાર્યક્રમ છે, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લૉકડાઉન 5.0 પર પણ બોલી શકે છે. તેમાં મોટા ભાગની વસ્તુ ખોલવાનો પ્રયાસ થઈ શકે છે. લૉકડાઉન 5.0માં શું છૂટ મળી શકે છે જુઓ.
11 શહેરો પર હશે ફોકસ
કોરોના લૉકડાઉન 5.0 મુખ્ય રીતે 11 શહેરો પર ફોકસ રહેશે. તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, ઠાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા છે. આ તે શહેર છે જ્યાં કોરોના કેસ વધુ છે.
15 જૂન સુધી શાળા ખુલવી મુશ્કેલ
શાળાઓ ખુલવી હાલ મુશ્કેલ લાગી રહી છે. 15 જૂન સુધી શાળા અને કોલેજોને બંધ જ રાખવામાં આવી શકે છે. આમ પણ રાજ્ય સરકાર કહી ચુકી છે કે શાળા ઉનાળાની રજાઓ બાદ શરૂ થશે.
મેટ્રો થઈ શકે છે શરૂ, આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધ
રેલવે અને ડોમેસ્ટિક ફ્લાઇટને સરકાર પહેલાં જ મંજૂરી આપી ચુકી છે. મેટ્રો સર્વિસને પણ એક જૂનથી ફરી શરૂ કરી શકાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ યથાવત રહેશે.
પૂજા સ્થળ ખોલી શકે છે રાજ્ય
ધાર્મિક સ્થળોને ખોલવામાં આવે કે નહીં તે નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવી શકે છે. કર્ણાટક સરકારે પીએમ મોદીને પત્ર લખીને 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી માગી છે.
સલૂન, જીમ અને શોપિંગ મોલ ખુલી શકે છે
સલૂન બાદ મોદી સરકાર જીમ અને શોપિંગ મોલ્સ ખોવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડી શકે છે. પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં તેને ખોલવાની શક્યતા ઓછી છે. દિલ્હી સહિત કેટલિક જગ્યાને છોડીને બાકી સ્થળો પર સલૂન ખુલી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.