ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં ઘટાડો કરીને લોકોને દિવાળીની ભેટ આપી છે. રિઝર્વ બેન્કે શુક્રવારે મૌદ્રિક નીતિની સમીક્ષા રજૂ કરી છે. તેમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ ઘટ્યા બાદ બેન્ક વ્યાજ દર ઘટશે અને લોકોની હોમ લોન, ઑટો લોન વગેરેની ઇએમઆઇ ઘટી જશે.
ઉપરાંત RBIએ સામાન્ય લોકો માટે મોટી ઘોષણા કરી છે. આરબીઆઇએ ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે એક મોટુ પગલુ લીધું છે. આરબીઆઇ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે NEFTનો વર્કિંગ ડેઝમાં 24 કલાક ઉપયોગ કરી શકાશે.
આરબીઆઇએ રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 4.90 ટકા કર્યો. જ્યારે કે બેંક રેટ 5.40 ટકા થયો છે. આ સાથે જ ચાલુ વર્ષે વ્યાજ દરમાં અત્યાર સુધીમાં 1.35 ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. આ પહેલા રિઝર્વ બેંકએ ઓગષ્ટ મહિનામાં મુદ્રા નીતિની સમિક્ષા કરી હતી ત્યારે પણ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આરબીઆઇએ વર્ષ 2019-20 માટે દેશનો જીડીપીના અનુમાનમાં સુધારો કર્યો છે. 2019-20માં દેશનો જીડીપી 6.1 ટકા રહેવાનો આરબીઆઇનો અંદાજ છે. જ્યારે કે 2020-21માં જીડીપી 7.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.