અર્થતત્રની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે બનાવેલી બે પેનલોએ 31 મે બાદ લોકડાઉન નહી લંબાવવા માટે સલાહ આપી છે.
સરકારને સોંપેલા રિપોર્ટમાં આ પેનલોએ કહ્યુ છે કે, હવે ઈકોનોમીને ગતિ આપવાનો સમય આવી ચુક્યો છે.પેનલે સરકારને સલાહ આપી છે કે, કન્ટેન્મેન્ટ ઝોનમાં સખત નિયમો યથાવત રહે પણ જ્યાં કોરોનાના કેસ ઓછા છે તે વિસ્તારોને ખોલવામાં આવે.
જોકે આ પેનલે ધાર્મિક સ્થલો, સ્કૂલો, કોલેજો, થીયેટર બંધ રાખવાની જ સલાહ આપી છે.એક અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે માર્ચ મહિનામાં સરકારે આ પેનલ બનાવી હતી.જેમને ઉપાયો અને સૂચનો આપવા માટે કહેવાયુ હતુ.આ પેનલમાં 11 ગ્રૂપોનો સમાવેશ થાય છે.
આ પૈકીના એક ગ્રૂપના સભ્યે કહ્યુ હતુ કે, હવે દેશવ્યાપી લોકડાઉનની જરુર નથી.જ્યાં કેસ વધારે છે ત્યાં કન્ટેનમેન્ટ ઝોન યથાવત રાખવા જોઈએ.પશ્ચિમના દેશોની સરખામણીએ ભારતે વહેલુ લોકડાઉન લાગુ કર્યુ હોવાથી સ્થિતિને નિયંત્રણમાં રાખી શકાઈ છે ત્યારે હવે ઈકોનોમીને વેગ આપવાનો સમય આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.