31મે બાદ શું ફરીથી લોકડાઉન રાખવામાં આવશે? PM મોદી અને અમિત શાહની બેઠક શરૂ

ગૃહમંત્રી અમિત શાહે ગઇ કાલે રાજ્યના તમામ મુખ્યમંત્રી પાસે અભિપ્રાય માંગ્યા હતા

– લોકડાઉન વધારવું કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે

 

લોકડાઉનના પાંચમાં તબક્કા માટે વિચારણા શરૂ થઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બેઠક ચાલી રહી છે. અમિત શાહે ગઇ કાલે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.

હકિકતમાં, લોકડાઉનના ચોથા તબક્કાનો અંતિમ દિવસ 31મે છે. એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને લોકડાઉનના ભવિષ્ય વિશે તેમના અભિપ્રાય માંગ્યા હતા. સૂત્રો અનુસાર, અમિત શાહે લોકડાઉન વધારવું કે નહીં તે માટેના સૂચનો માંગ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે અર્થવ્યવસ્થાને વધારે છૂટ આપવાને લઇને અલગ-અલગ રાજયોની પરિસ્થિતિઓ અને ચિંતા વિશે સાંભળ્યું. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં જ્યારે શ્રમિક ટ્રેન શરૂ કરવામાં આવી હતી ત્યારે શરૂઆતમાં પરપ્રાંતિયોને લઇને ચિંતાઓ વધી રહી હતી. હરિયાણાએ ગુરુવારે ફરીથી દિલ્હી સાથે સંકળાયેલી સરહદ સીલ કરી દીધી છે.

લોકડાઉનના દરેક તબક્કામાં નિર્ધારિત સમય સમાપ્ત થતી વખતે સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ મુખ્યમંત્રીઓ સાથે એક વીડિયો કૉન્ફરન્સ યોજીને નિર્ણય કરવામાં આવે છે. પરંતુ આ વખતે પીએમ મોદી અને મુખ્યમંત્રીઓ સાથેના વીડિયો કૉન્ફરન્સ વિશે હજુ કંઇ પણ જાહેર કરવામાં આવ્યુ નથી. લોકડાઉનનો ચોથો તબક્કો 31મે ના રોજ સમાપ્ત થવાનો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.