કોરોનાનાં કહેર પહેલા જ GDPમાં થયો મોટો ઘટાડો, ચોથા ત્રિમાસિકમાં વિકાસ દર 3.1 ટકા ઘટ્યો

જીડીપી વૃધ્ધી દર માર્ચ ત્રિમાસિકમાં 3.1 ટકા સુધી ઘટી ગઇ, આંકડા વિભાગ દ્વારા જારી ડેટા મુંજબ નાણાકિય વર્ષ 20માં જીડીપી વૃધ્ધી દર માત્ર 4.2 ટકા રહી, જ્યારે ગયા વર્ષે આ દર 6.1 ટકા હતી. વર્તમાન સિરિઝમાં તે ગત 8 વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન છે.

સરકારે ગત વર્ષનાં પ્રથમ ત્રિમાસિકનાં ડેટામાં સુધારો કરતા કહ્યું કે પહેલા ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા 5.2 ટકા, બીજા ત્રિમાસિકમાં 4.4 ટકા અને ત્રિમાસિક 4.1 ટકાથી વધી.

વર્તમાન નાણાકિય વર્ષમાં જીડીપી વૃધ્ધી દરમાં વધુ ઘટાડાની શક્યતા છે, માર્ચ ત્રિમાસિકનો જે ડેટા આવ્યો છે, તેમાં લોકડાઉનનાં એક જ સપ્તાહનો સમાવેશ થાય છે.

કોરોના રોગચાળો અને લોકડાઉનનાં કારણે મહત્વનાં 8 ઉદ્યોગોનું ઉત્પાદન એપ્રિલ મહિનામાં એક વર્ષ પહેલાની તુલનામાં 38.1 ટકા ઘટી ગયું, આ ઘટાડોનો એક નવો રેકોર્ડ છે.

વાણિજ્ય મંત્રાલયએ શુક્રવારે જારી કરેલા આંકડા અનુસાર 8 ચાવીરૂપ ઉદ્યોગોનાં ઉત્પાદનમાં ગયા વર્ષે એપ્રિલ મહિનામાં 5.2 ટકાની વૃધ્ધી થઇ હતી.

આ વર્ષે માર્ચ મહિનામાં 8 મુખ્ય ઉદ્યોગો, કોલસો, ખનીજ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદન, સિમેન્ટ, રાસાયણિક ખેતર, લોખંડ-પોલાદ અને વીજળીમાં 9 ટકાનો ઘટાડો આવ્યો હતો. મુખ્ય 8 ઉદ્યોગોમાં આવેલા આ ઘટાડાનું કારણ કોરોના વાયરસ રોગચાળો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.