પેટ્રોલ અને સીએનજીની હોમ ડિલિવરી કરશે સરકાર, એક જ સ્થળેથી તમામ ઇંધણનું પણ વેચાણ કરાશે: ધર્મેન્દ્ર પ્રધાન

ડિઝલની હોમ ડિલિવરી બાદ હવે સરકાર પેટ્રોલ અને સીએનજીની પણ હોમ ડિલિવરી પર વિચાર કરી રહી છે, ગ્રાહકોની સુવિધા માટે સરકાર આવું કરવા માંગે છે, શુક્રવારે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ બાબત કહી.

તેમણે એ પણ કહ્યું કે સરકાર એક નવું રિટેલિંગ મોડેલ લાવવા પર વિચાર કરી રહી છે, જેનાથી તમામ પ્રકારનાં ઇંધણ જેવા કે પેટ્રોલ,ડિઝલ,સીએનજી,એલએનજી,અને એલપીજી એક જ સ્થળ પરથી મળી શકે.

દેશની સૌથી મોટી તેલ કંપની ઇન્ડિયલ ઓઇલ કોર્પોરેશન (IOC)એ 2018માં મોબાઇલ ડિસ્પેંસર દ્વારા ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરી હતી, આ સુવિધા હાલ કેટલાક શહેરોમાં ઉપલભ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.