ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થવાની શકયતા, 1 જૂનથી કેરળમાં વરસાદની શરૂઆત થશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી કેરળમાં ચોમાસાની શરૂઆત થશે. જોકે દિલ્હીમાં ચોમાસાની શરૂઆત થવામાં થોડું મોડું થાય તેવી શકયતા છે. દિલ્હીમાં ચોમાસાની શરૂઆત 25થી 30 જૂનની વચ્ચે થવાની શકયતા છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને બિહારમાં 15 જૂનથી ચોમાસાની શરૂઆત થવાની શકયતા છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં એક જૂનથી શરૂ થશે

ભારતીય મોસમ વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાના પગલે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં એક જૂનથી શરૂ થશે. આ પહેલા હવામાન વિભાગે 15મેના રોજ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે ચોમાસુ 5 જૂનથી દક્ષિણના રાજ્યમાં શરૂ થશે.

આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થવાની આગાહી

સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ એક જૂનથી શરૂ થાય છે. બંગાળની ખાડી પર સાઈકલોનની સ્થિત સર્જાવાને પગલે મોનસૂનની પ્રગતિમાં મદદ મળવાની શકયતા છે. હવામાનની વિભાગની આગાહી અનુસાર દક્ષિણ પૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબ સાગરમાં 31 મેથી 4 જૂન દરમિયાન લો પ્રેશર સર્જાવવાની શકયતા છે.

આ સ્થિતિ કેરળમાં એક જૂને મોનસૂન લાવવા માટે અનુકુળ છે. હવામાન વિભાગે એ વાતની પણ માહિતી આપી છે કે આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થશે.

ક્યાં રાજ્યમાં ક્યારે થઈ શકે છે વરસાદ ?

કેરળમાં એક જૂનથી ચોમાસાની શકયતા છે. 5 જૂનથી ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અસમ અને પૂર્વોતરના રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.