RBIએ સીટી બેંકને 4 કરોડ અને ભારત કો-ઓપરેટિવ બેંકને 60 લાખનો દંડ ફટકાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત કો-ઓપરેટિવ બેંક પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે ભારત કો-ઓપરેટિવ બેંકે આવક માન્યતા, સંપત્તિના વર્ગીકરણ અને છેતરપિંડી અંગેના નિયમોનું પાલન કર્યું નથી.

Income Recognition and Asset Classification Norms and Fraud (IRAC)નાં કિસ્સામાં માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત RBIએ સિટીબેંક પર ચાર કરોડનો દંડ પણ ફટકાર્યો છે. આ દંડ કરજધારકો દ્વારા ક્રેડિટ સુવિધા કેસમાં પ્રમાણપત્ર મેળવવામાં સંબંધિત છે.

આરબીઆઈએ કહ્યું કે સિટીબેન્કે ક્રેડિટ સુવિધાનો લાભ મેળવનારા ગ્રાહકો પાસેથી ઘોષણા પ્રાપ્ત નહીં કરવા, નોન ફંડ ફેસિલિટીનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકાર્યો છે.

કેન્દ્રીય બેંક દ્વારા જુદા જુદા કેસોમાં નિયમોની અવગણના કરવાને કારણે બેંક ઓફ ઇન્ડિયા પર 5 કરોડ, કર્ણાટકા બેંક ઉપર 1.2 કરોડ, સારસ્વત સહકારી બેંક પર 30 લાખ, TJSB  સહકારી બેંક પર 45 લાખ અને નગર અર્બન કો-ઓપરેટિવ બેંકને પણ 40 લાખનો દંડ ફટકાર્યો છે.

આ અગાઉ 29 જાન્યુઆરીએ આરબીઆઈએ KYCના નિયમોને લઇને HDFC બેંકને પણ એક કરોડનો દંડ ફટકાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.