સુવિધા / મોબાઈલ નંબર પોર્ટ કરાવવા માટે માત્ર 5.74 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે

મોબાઈલ નંબર પોર્ટ કરાવવાની ફી જલ્દી સસ્તી થઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટિ ઓફ ઇન્ડિયા (TRAI)એ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસમાં લાગતા ચાર્જમાં 66%નો ઘટાડો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ અનુસાર MNP સેવા માટેની ફી 6.46 રૂપિયા રાખવામાં આવશે. ટેલિકોમ ઓપરેટર્સે હાલમાં નવા ગ્રાહક માટે 19 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે. MNPના નવા નિયમો 11 નવેમ્બરથી લાગુ થશે.

ગત મહિને TRAI એ MNPની રકમ 5.74 રૂપિયા નક્કી કરી હતી પરંતુ, તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. આ અગાઉ નક્કી કરેલો નિયમ 30 સપ્ટેમ્બરથી લાગુ થવાનો હતો. કંપનીઓ તેમના ગ્રાહકના નંબર પોર્ટ કરવા માટે માટે 19 રૂપિયા ચૂકવે છે.

MNP

મોબાઈલ નંબર પોર્ટેબિલિટી અંતર્ગત ગ્રાહક તેમના મોબાઈલ નંબરને બદલ્યા વગર અન્ય કંપનીની સાથે જોડાઈ શકે છે. ભારતમાં આ સર્વિસ 20 જાન્યુઆરી 2011માં લાગુ થઇ હતી. મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે 2 દિવસનો સમય લાગે છે. જો કોઈ ઓપરેટર વધારે સમય લગાવે તો તેના પર 10,000 રુપિયાનોહજારનો દંડ લાગી શકે છે.

TRAI ના નવા નિયમ મુજબ, એક જ સર્કલમાં નંબર પોર્ટ કરાવવા માટે માત્ર 2 દિવસનો સમય લાગશે. એક સર્કલથી અન્ય સર્કલમાં મોબાઈલ નંબર પોર્ટ કરાવવા માટે 4 દિવસનો સમય લાગશે, જે પહેલાં 7 દિવસનો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.