આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનાં વડા સૈયદ સલાઉદ્દીન પર પાકિસ્તાનમાં હુમલો

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલનો વડા સૈયદ સલાઉદ્દીન એક હુમલામાં ઘાયલ થયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે સલાઉદ્દીન ઉપર આ હુમલો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા કરાવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ સલાઉદ્દીન અને પાકિસ્તાની સેનાની વચ્ચે મતભેદના અહેવાલ આવ્યા હતા.

ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં ઘાયલ

રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના રાવલપિંડીમાં સૈયદ સલાઉદ્દીનની ઓફિસ પાસે એક ઇમારતમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કારણે સૈયદ સલાઉદ્દીન પણ ઘાયલ થયો. ઘાયલ સલાઉદ્દીનને સારવાર માટે સેનાની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સલાઉદ્દીનનો ઉપયોગ પાકિસ્તાની સેના અને આઇએસઆઇ  વર્ષો સુધી ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરતી રહી છે. સૈયદ સલાઉદ્દીનનું સાચુ નામ સૈયદ મોહમ્મદ યુસુફ શાહ છે.

તે 1987માં કાશ્મીરના અમીરાકદલ વિધાનસભા બેઠક પર ચૂંટણી પણ લડી ચુક્યો છે.. જેમાં તેની હાર થઇ હતી. બાદમાં તે આતંકવાદ તરફ વળી ગયો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.