મન કી બાત: દેશ હવે ખુલી ગયો છે, વધારે સતર્ક રહો – વડાપ્રધાન મોદી

કોરોનાના કારણે દેશમાં લાગુ લોકડાઉન વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા સાથે ફરી એક વાર મન કી બાત કરી. અગાઉ 64મી મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન દેશમાં કોવિડ-19 થી ઉપજેલી પરિસ્થિતિ પર કેન્દ્રિત હતુ. આ કાર્યક્રમમાં તેમણે સમસ્ત દેશવાસીઓને લૉકડાઉન દરમિયાન ગરીબ, પ્રવાસી મજૂરોની સહાયતા કરવાની અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમના 65માં ભાગમાં એકવાર ફરીથી દેશવાસીઓને સંબોધન કર્યુ. તેમણે સંબોધનની શરૂઆત કરતા કહ્યુ કે ગઈ વખતે જ્યારે આપ સૌ સાથે મન કી બાત કરી હતી ત્યારે ટ્રેનો બંધ હતી, બસ બંધ હતી, વિમાન સેવા બંધ હતી. આ વખતે ઘણુ બધુ ખુલી ગયુ છે. શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચાલી રહી છે. અન્ય સ્પેશ્યલ ટ્રેનો પણ શરૂ થઈ ગઈ છે. તમામ સાવધાનીઓની સાથે વિમાન ઉડવા લાગ્યા છે. ધીમે-ધીમે ઉદ્યોગ પણ શરૂ થયા છે એટલે કે અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ હવે ચાલી રહ્યો છે, ખુલી ગયો છે. એવામાં આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે.

દેશમાં સામૂહિક પ્રયાસોથી કોરોના વિરૂદ્ધની લડત ઘણી મજબૂતીથી લડાઈ રહી છે. આપણી જનસંખ્યા મોટા ભાગના દેશો કરતા વધારે છે તેમ છતાં અમારા દેશમા કોરોના એટલી તેજીથી ફેલી શક્યો નથી. જેટલો દુનિયાના અન્ય દેશોમાં ફેલાયો.

પીએમે આગળ કહ્યુ કે કોરોનાથી થનારો મૃત્યુ દર પણ આપણા દેશમાં ઓછો છે. જે નુકસાન થયુ છે તેનુ દુ:ખ અમને સૌને છે પરંતુ જે કંઈ પણ આપણે બચાવી શક્યા છીએ તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિનું જ પરિણામ છે.

પીએમે કહ્યુ, આપે જોયુ હશે કે અન્યની સેવા કરતા વ્યક્તિના જીવનમાં કોઈ ડિપ્રેશન કે તણાવ ક્યારેય જોવા મળ્યો નહીં. તેમના જીવનમાં જીવનને લઈને તેમના દ્રષ્ટિકોણમાં ભરપૂર આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને જીવંતતા પ્રતિપળ જોવા મળે છે.

સાથીઓ આપણા ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસકર્મી, મીડિયાના સાથી આ દરેક જે સેવા કરી રહ્યા છે. તેની ચર્ચા મે ઘણીવાર કરી છે. સેવામાં પોતાનુ સર્વસ્વ સમર્પિત કરનારા લોકોની સંખ્યા અગણિત છે. આવા જ એક સજ્જન છે તમિલનાડુના સી. મોહન. સી મોહન મદુરામાં એક સલૂન ચલાવે છે. તેમણે પોતાની મહેનતની કમાણીથી દિકરીના ભણતર માટે પાંચ લાખ રૂપિયા બચાવ્યા હતા પરંતુ અત્યારે તેમણે પોતાની બધી જમા-પૂંજી દેશની સેવા માટે ખર્ચ કરી દીધી છે.

દેશના તમામ વિસ્તારોમાંથી વુમન સેલ્ફ હેલ્પ ગ્રૂપના પરિશ્રમની પણ અગણિત કહાનીઓ અત્યારે અમારી સામે આવી રહી છે. ગામડાઓમાં આપણી માતાઓ, દિકરીઓ દરરોજ માસ્ક બનાવે છે. તમામ સામાજિક સંસ્થાઓ પણ આ કામમા તેમનો સહયોગ કરી રહી છે. સાથીઓ, આવા કેટલાય ઉદાહરણ છે જે દરરોજ જોવા મળે છે અને સાંભળવા મળે છે. કેટલાય લોકો પોતે પણ મને નમો એપ અને અન્ય માધ્યમો દ્વારા પોતાના પ્રયાસો વિશે જણાવી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.