ભારતમાં કોવિડ-19થી પ્રતિ 10 લાખે 33.2 લોકો સંક્રમિત થયાઃ ICMR

અમેરિકામાં આ દર 0.2523 ટકા, ફ્રાંસમાં 0.3364 ટકા, બ્રિટનમાં 0.1962 ટકા અને કેનેડામાં 0.0899 ટકા છે

 

ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા લેબોરેટરી મોનિટરીંગ ડેટાના વિશ્લેષણ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના હુમલાનો દર 0.00332 ટકા છે. મતલબ કે, ભારતમાં પ્રતિ મિલિયન (10 લાખ) લોકોએ 33.2 લોકો સંક્રમિત છે. આ આંકડો અન્ય દેશોમાં હુમલાના દરથી ખૂબ જ ઓછો છે.

યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના અહેવાલ પ્રમાણે અમેરિકામાં આ દર 0.2523 ટકા, ફ્રાંસમાં 0.3364 ટકા, બ્રિટનમાં 0.1962 ટકા અને કેનેડામાં 0.0899 ટકા છે. આઈસીએમઆર-નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના વૈજ્ઞાનિક ડોક્ટર તરૂણ ભટનાગરે જણાવ્યું કે, આ વિશ્લેષણ વિભિન્ન આઈસીએમઆર પ્રયોગશાળાઓના આંકડાઓ પર આધારીત અને વ્યાપક છે.

ડોક્ટર તરૂણના કહેવા પ્રમાણે તેમણે પોઝિટિવ કેસની સંખ્યાને વિભાજિત કરીને આકરણી કરી જેમાં દરેક વ્યક્તિ જોખમમાં છે તેવું માનવામાં આવે છે. તેમણે એક લાખથી વધારે નમૂનાઓનો ડેટા તરીકે ઉપયોગ કર્યો જેનું વિવિધ આઈસીએમઆર પ્રયોગશાળાઓમાં એક વિશેષ અવધિ દરમિયાન પરીક્ષણ કરાયું હતું. આ કારણે તે અત્યાર સુધીનો સૌથી વ્યાપક મોનિટરીંગ ડેટા બની ગયો છે.

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચના સ્પેશિયલ કોવિડ મુદ્દેના બીજા સંસ્કરણમાં પ્રકાશિત થનારા અભ્યાસના પ્રમુખ લેખક ભટનાગરના કહેવા પ્રમાણે વાસ્તવિક સંખ્યા ભિન્ન હોઈ શકે છે પરંતુ નમૂનાના આકારને જોતા તે અત્યાર સુધીનો સૌથી વ્યાપક ડેટા છે.

પ્રી-પ્રિન્ટ અભ્યાસમાં ભારતે 22મી જાન્યુઆરીથી 30મી એપ્રિલ દરમિયાન 1.02 મિલિયન થી વધુ લોકોનું પરીક્ષણ કર્યું તેમ જણાવાયું છે. અભ્યાસ પ્રમાણે કોરોનાના હુમલાનો દર 50થી 69 વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં સૌથી વધુ 63.3 (પ્રતિ 10 લાખ) અને 10 વર્ષથી ઓછી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.