કોંગ્રેસને મોટો ફટકો પડવાના એંધાણ, જયરાજ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રાજનીતિ ડોલાવી

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ બન્ને પાર્ટીઓમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. પાર્ટીમાંથી ટિકીટ કપાવવાના કારણે ક્યાંક મન દુ:ખ સામે આવી રહ્યું છે. ગુજરાત કૉગ્રેસમાં આંતરિક ઝઘડા અને જૂથવાદના કારણે ઘણા નેતાઓ ભાજપમાં પેરાશૂટની જેમ જોડાઇ ગયા છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડી રહ્યો છે. કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતાની નારાજગી સામે આવી રહી છે.

ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને યુવા નેતા જયરાજ સિંહ પરમારે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર એક પોસ્ટ મૂકીને ખળભળાટ મચાવી દીધો છે. જયરાજ સિંહ પરમારની પોસ્ટ જોતા તેઓ પાર્ટીથી નારાજ હોય તેવું ચોક્કસ દેખાઇ રહ્યું છે.

ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જયરાજ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છે કે ‘વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી થાક્યો છું. વિરામની જરૂર હોય તેવું લાગી રહ્યું છે…જયમાતાજી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના જયરાજ સિંહ પરમારને ખેરાલુ બેઠકના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. જોકે પક્ષે તેમની અવગણના કરીને ખેરાલુ બેઠક પર બાબુજી ઠાકોરને ઉતાર્યા હતા. જયરાજ સિંહ સાથે સતત ત્રીજી વખત ટિકિટ કપાતા તેઓ પાર્ટીથી નારાજ હોય એવું લાગી રહ્યું છે, અને તેમની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે પક્ષની રાજનીતિથી થાક્યો છું. જેનો મતલબ પક્ષની અંદર ચાલતા આંતરિક જુથવાદ તરફ ઇશારો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.