મોટાભાગે તમે ફિલ્મ શરૂ થતા પહેલા અથવા તો ટેલિવિઝનમાં થોડાક થોડાક સમયગાળા વચ્ચે એક સંદેશો જોયો હશે – ‘ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’ પોસ્ટર, બેનર અને ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા મોટા ભાગે તમાકુ પર પ્રતિબંધના સંદેશા જોવા મળે છે. આ જાગરૂકતા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં 31મેના રોજ ‘નો ટોબેકો ડે’ એટલે કે ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને તમાકુના સેવનથી થતા નુકશાન વિશે જાગરૂત કરવામાં આવે છે. તમાકુનું સેવન કરવું આપણા માટે કેટલુ જીવલેણ સાબિત થઇ શકે છે તેના વિશે લોકોને માહિતી આપવામાં આવે છે..
દર વર્ષે ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ની થીમ નક્કી કરવામાં આવે છે
વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે એક થીમના આધારે મનાવવામાં આવે છે. દર વખતે તેની એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે તમાકુ નિષેધ દિવસની થીમ છે – ‘યુવાનોને ઉદ્યોગના ગેરમાર્ગેથી બચાવવા અને તેમને તમાકુ અને નિકોટિનના ઉપયોગ કરવાથી અટકાવવા’ (Protecting youth from industry manipulation and preventing them from tobacco and nicotine use)
વિશ્વ તમાકુ નિષેધ દિવસનો ઇતિહાસ
પહેલીવાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્ષ 1987માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવ્યો હતો. હકીકતમાં, તમાકુના સેવનથી થતી બીમારીઓને કારણે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.