સોશિયલ મીડિયા પર ‘હું છું બેરોજગાર’ આંદોલન શરૂ, જાણો નીતિન પટેલની પ્રતિક્રિયા

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા સમયથી રાજ્ય સહિત દેશવ્યાપી લોકડાઉન છે. આ લોકડાઉનના કારણે જનજીવન ઠપ્પ થયું છે. જો કે, લોકડાઉનનો 4 તબક્કો પણ હવે પૂર્ણ થયો છે અને આ તબક્કમાં સરકાર દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારે હવે સરકાર દ્વારા અનલોક 1ને લઈ અમુક વધુ છૂટછાટની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ સમય દરમિયાન રાજ્યમાં બેરોજગારીમાં વધારો થયો છે. લોકડાઉનના કારણે કેટલાક લોકોની નોકરીઓ પર કાપ મૂકાયો છે.

આ દરમિયાન હવે સોશિયલ મીડિયા પર ‘હું છું બેરોજગાર’ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે પ્રતિક્રિયા આપતા ડે.સીએમ નીતિન પટેલે  કહ્યું કે લોકડાઉનના વિવિધ તબક્કા દરમિયાન પ્રજાએ ખૂબ સારો સહયોગ આપ્યો છે. ત્યારે હવે અનલોક 1માં આપેલ છૂટછાટોનો પણ પ્રજા શિસ્તબદ્ધ રીતે પાલન કરી સહયોગ આપશે એવી આશા છે. આ સિવાય નીતિન પટેલે પ્રજાને સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા પણ વિનંતી કરી.

ડે.સીએમ. નીતિન પટેલે કહ્યું કે આવનારા સમયમાં તબક્કાવાર રીતે તમામ પ્રવૃત્તિ શરૂ થશે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર સતત કામ કરી રહી છે. ‘હું છું બેરોજગાર’ અંગે વાત કરતા નીતિન પટેલે કહ્યું કે લોકડાઉન પહેલાની પરિસ્થિતિઓ અને હાલની પરિસ્થિતિઓમાં સરકારની આવક અને ખર્ચ અને વિવિધ સેક્ટર્સ અંગે ભારત સરકાર સહિત દુનિયાભરની સરકારો ક્યા કેટલો ખર્ચ અને કેવી રીતે કરવું તે અંગે વિચાર કરી રહી છે. આપણી સરકાર પણ આ અંગે વિચાર કરશે. નીતિન પટેલે જણાવ્યું કે શરૂઆતના બે મહિનામાં રાજ્ય સરકારની આવક બંધ રહી જ્યારે હવે જેમ-જેમ વેપાર-ધંધા શરૂ થશે તેમ ધીમે-ધીમે રાજ્ય સરકારની આવક પણ શરૂ થશે તેથી બધું જ નવેસરથી વિચારવાનું થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.