બોયકોટ ચાઈના, ચીનની પ્રોડક્ટસનો બહિષ્કાર કરશે આ બે બોલીવૂડ સ્ટાર

ચીન સાથે લદ્દાખ બોર્ડર પર ભારતના ચાલી રહેલા તનાવની વચ્ચે ચીનના અક્કડ અને અભિમાની વલણ સામે ભારતના લોકોમાં રોષ વધી રહ્યો છે.

જેના પગલે સોશ્યલ મીડિયા પર ચીનની પ્રોડક્ટસના બહિષ્કારની અપીલો પણ શરુ થઈ ગઈ છે.ટ્વિટર પર બોયકોટ ચાઈનિઝ પ્રોડકટ્સ હેશટેગ ટ્રેન્ડિંગ થઈ રહ્યુ છે.

તેમાં પણ બોલીવૂડના બે જાણીતા અભિનેતા અરશદ વારસી અને મિલિંદ સોમને ચાઈનીઝ પ્રોડક્ટસના બહિષ્કારની જાહેરાત કરતા સોશ્યલ મીડિયા પર તેની પ્રશંસા થઈ રહી છે.

અરશદ વારસીએ કહ્યુ છે કે, હું ચીનમાં બનતી પ્રોડક્ટસ વાપરવાનુ બંધ કરવાનો છું. લોકોએ પ્રયત્ન કરવા જેવો છે.આપણને તેમાં ચોક્કસ થોડો સમય લાગશે પણ એક દિવસ હું ચાઈનીઝ ફ્રી થઈ જઈશ.બીજી તરફ મિલિંદ સોમને પણ એલાન કર્યુ છે કે, હું હવે ટિક ટોકનો ઉપયોગ નહી કરું.

ઉલ્લેખનીય છે કે, થ્રી ઈડિયટસ ફિલ્મ જેમના પરથી બની છે તે લદ્દાખના ઈનોવેટર સોનમ વાંગચુકે લોકોને ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરતો એક વિડિયો રિલિઝ કર્યો હતો.બસ ત્યારથી સોશ્યલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.