કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉન વચ્ચે હજારો મજૂરોને ઘરે પહોંચાડનાર બોલીવૂડ સ્ટાર સોનુ સુદ પર લોકો આફરીન પોકારી ગયા છે.
જોકે સોનુ પોતે પણ બોલીવૂડમાં સંઘર્ષ કરીને આગળ આવેલો છે. એક ઈન્ટરવ્યૂમાં સોનુ સુદે કહ્યુ હતુ કે, હું દિલ્હીમાં મારી કેરિયરની શરુઆતના દિવસોમાં મોડેલિંગ કરતો હતો. મારી પાસે પાંચ હજાર રુપિયા જમા થયા હતા. મને લાગ્યુ હતુ કે, આટલા પૈસાથી મુંબઈમાં મારો એકાદ મહિનો તો નીકળી જશે.
સોનુ કહે છે કે, મહિનો તો ઠીક છે પણ આ રકમ પાંચેક દિવસમાં જ ખલાસ થઈ ગઈ હતી.ઘરેથી પૈસા મંગાવવાનુ વિચારતો હતો અને એક જાહેરખબર માટે મોડેલિંગની ઓફર થઈ હતી.તેમાંથી રોજ 2000 રુપિયા મળવા માંડ્યા હતા. પહેલા લાગ્યુ હતુ કે, આ એડ કરવાથી લોકો ઓળખવા માંડશે. જોકે એડ રિલિઝ થઈ ત્યારે જોયુ હતુ કે, તેમાં મારા જેવા બીજા 10-20 યુવકો છે અને હું તો પાછળ ડ્રમ વગાડુ છું ત્યારે મને લાગ્યુ હતુ કે, આમાં તો મને લોકો ક્યાંથી જાણવાના.
સોનુએ કહ્યુ હતુ કે, તે સમય બીજા પાસે કામ માટે આશા રાખતો હતો પણ કોઈ એક્ટર મળવા માટે તૈયાર નહોતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.