રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 નવા કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 689 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 9919 ડિસ્ચાર્જ થયા છે.
સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 438 કેસ પૈકી એકલા અમદાવાદમાં 299 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 55 કેસ, વડોદરામાં 34 નોંધાયા છે.
ગુજરાતમાં વધુ 438 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 16,794 થઇ ગઇ છે. જેમાંથી 61 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5776 લોકો સ્ટેબલ છે, તો 9919 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 1038 લોકોના મોત નીપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.