હરિયાણા અને મહારાષ્ટ્રની આગામી ચૂંટણીઓની આજે જાહેરાત થઈ શકે છે. એવી પણ શક્યતા છે કે, આ બંને રાજ્યોમાં ઓક્ટોબરમાં ચૂંટાની શરૂ થઈ જશે. જો આજે ચૂંટણીની તારીખો જાહેર થાય તો, આજથી જ બંને રાજ્યોમાં આચાર સંહિતા લાગુ થઈ જશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ બંને રાજ્યોઆં શુક્રવારથી જ આચાર સંહિતા લાગૂ પડી જશે. આદર્શ આચાર સંહિતા લાગૂ થયા બાદ વર્તમાન સરકાર કોઇ નવી જાહેરાત નહીં કરી શકે અને કોઇ નવી યોજના પણ લાગૂ નહીં કરી શકે. આ સિવાય સરકાર પોતાના અધિકારનો ઉપયોગ મતદાતાઓને લલચાવવા કે પ્રભાવિત કરવા પણ નહીં કરી શકે.
ખર્ચ પર નજર રાખવા 110 આઈઆરએસ અધિકારીઓ નિયુક્ત
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ખર્ચ પર નજર રાખવા માટે આવકવેરા વિભાગના 110 આઈઆરએસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે. અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે, અ સુપરવાઈઝર્સને આ બે રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાળા ધનના ઉપયોગ અને અન્ય ગેરકાયદેસર લોભના ઉપયોગની તપાસ કરવાનું કામ સોંપવામાં આવશે.
કેન્દ્રિય ચૂંટણી પંચે અહીં 23 સપ્ટેમ્બરે આ અધિકારીઓને બોલાવ્યા છે, જ્યાં તેમને આ અંગેની માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચે કેન્દ્રિય સીબીડીટીને આ અધિકારીઓને તેમના પ્રભારથી મુક્ત કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી તેમને ચૂંટનીલક્ષી ડ્યૂટી આપી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.