છ મહિના સુધી EMI પર વ્યાજ મુક્તિ યોગ્ય નિર્ણય નથી : RBI

ભારતીય રિઝર્વ બેન્કે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા તેઓ લોનના EMIની ચુકવણીમાં રાહત આપવાના શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ વ્યાજ માફ કરવું તે તેમને યોગ્ય નિર્ણય નથી લાગતો કારણ કે તેનાથી બેન્કોની નાણાંકીય પરિસ્થિતિ બગડી શકે છે. જેનાથી થતું નુકશાન બેન્કના થાપણદારોને પણ ભોગવવું પડશે.

રિઝર્વ બેન્કે મોરેટોરિયમ દરમિયાન વ્યાજની વસૂલાતને પડકારતી અરજીનો જવાબ આપતા કહ્યું હતું કે તેમનું નિયમનકારી પેકેજ, સ્ટે, મોરટોરીયમનું સ્વરૂપ છે, તેને વ્યાજ માફી અથવા તેમાંથી મુક્તિ તરીકે ગણવું ન જોઈએ.

બેન્કોને બે લાખ કરોડ રૂપિયાનું નુકશાન થઇ શકે છે

રિઝર્વ બેન્કે કોરોના વાયરસ લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહેતા પહેલા ત્રણ મહિના અને ત્યાર બાદ ફરીથી બીજા ત્રણ મહિના લોન મેળવનારને તેમની બેન્કમાં EMI ભરવાથી રાહત આપી છે. લોનના ઇએમઆઇની ચુકવણી 31 ઓગષ્ટ બાદ કરી શકાશે. આ દરમિયાન ઇએમઆઇ ન ચુકવવા પર બેન્ક દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આરબીઆઇએ કહ્યુ કે આ સમયગાળાનું વ્યાજ પણ લેવામાં નહીં આવે તો બેન્કોને બે લાખ કરોડ રૂપિયાનું નુકશાન થશે.

રિઝર્વ બેન્કે સુપ્રીમ કોર્ટને સોંપ્યું સોગંદનામું

રિઝર્વ બેન્કે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે કોરોના વાયરસ મહામારી વચ્ચે તેઓ તમામ ક્ષેત્રોમાં રાહત પહોંચાડવા માટે તમામ શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેમાં જબરદસ્તી બેન્કોને વ્યાજ માફ કરવા માટે કહેવું તે સમજદારીભર્યું પગલું નથી લાગતું, કારણ કે તેનાથી બેન્કોની નાણાંકીય ક્ષમતા સમક્ષ જોખમ ઉભુ થઇ શકે છે અને તેના કારણે થાપણદારોના હિતને પણ નુકશાન પહોંચી શકે છે.

કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે જ્યાં સુધી તેમને બેન્કોને નિયમન કરવાનો અધિકાર મળ્યો છે, તે બેંકોમાં થાપણદારોના હિતોનું રક્ષણ કરવા અને નાણાંકીય સ્થિરતા જાળવવા વિશે છે, એટલા માટે પણ જરૂરી છે કે બેન્ક નાણાંકીય રીતે મજબૂત અને નફામાં હોય

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.