ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) એ કોરોનાવાયરસ ચેપનું ‘હોટસ્પોટ’ બની ગયું છે. અહીં કર્મચારીઓ અને તેમના સંબંધીઓ સહિત 479 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
એક સુત્રએ આઈએએનએસને જણાવ્યું હતું કે 30 મેના રોજ કુલ 479 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આમાં બે ફેકલ્ટી સભ્યો, 17 રેસિડેન્ટ ડોકટરો, 38 નર્સિંગ સ્ટાફ, 74 સિક્યુરિટી કર્મચારી અને 54 સ્વચ્છતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આમાં 14 લેબ્સ, એક્સ-રે અને અન્ય તકનીકી કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય આશ્રિતો, એટલે કે, હોસ્પિટલના કર્મચારીઓના કુટુંબીજનો અથવા તેમનાથી સંબંધિત લોકો છે, તેમની સંખ્યા 193 છે.
સુત્રએ આઈએએનએસને એમ પણ કહ્યુ કે એઇમ્સે પોતાનો ટેસ્ટ લંબાવી દીધો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, ‘એઈમ્સે હવે મોટાભાગના દર્દીઓનું વોર્ડમાં પ્રવેશ કરતા પહેલા અને ઓટી પહેલા ટેસ્ટ શરૂ કર્યા છે.
જેને સીબીએનએએટી (CBNAAT) કહેવામાં આવે છે અને જે બે કલાકમાં પરિણામ આપે છે,હવે એઇમ્સમાં ઉપલબ્ધ છે. તેનાથી હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ માટેનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. ગયા મહિનામાં અને તેના પહેલા બહું જ ઓછા દર્દીઓની લક્ષણો સાથે તપાસ કરવામાં આવી છે.”
એઇમ્સમાં 25 મેના રોજ ઓપીડીમાં તૈનાત એક સિનિયર સ્વચ્છતા સુપરવાઇઝર રાજકુમારી અમૃત કૌરનું કોવિડ -19 નું અવસાન થયું હતું. આ સિવાય 22 મેના રોજ એઈમ્સનાં રસોડામાં કામ કરનાર એક મેસ મેકરનું પણ આ રોગને કારણે મૃત્યુ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.