– દેશમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે રેલવેને તમામ ટ્રેનો બંધ કરવાની ફરજ પડી હતી
જેમણે લોકડાઉન દરમિયાન ટિકિટો બુક કરાવી હતી અથવા તો જેમની ટિકિટોને કેન્સલ કરાઇ હતી તે તમામને રેલવે દ્વારા રૂપિયા ૧૮૮૫ કરોડ પરત કર્યા હતા. ભારતીય રેલવેને દેશમાં ફેલાયેલી કોરોનાની મહામારીના કારણે તમામ ટ્રેનો બંધ કરવાની ફરજ પડી હતી.માલગાડી અને મુસાફર એમ બંને પ્રકારની ટ્રેનો બંધ કરાઇ હતી. રેલવેને તેની તમામ નિયમીત સેવાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
‘તમામ ટ્રેનોને રદ કરવાની ફરજ પડતાં રેલવે સામે તમામને રિફંડ આપવાનો મોટો પડકાર હતો જેમાં જંગી રકમ ચૂકવવાની થતી હતી. પરંતુ રેલવે દ્વારા ખુૂબજ સફળતાથી એ કામગીરી પુરી કરાઇ હતી. રેલવે દ્વારા કુલ રૂપિયા ૧૮૮૫ કરોડનું રિફંડ અપાયું હતું. ૨૧ માર્ચથી ૩૧ મે વચ્ચે ઓનલાઇન બુક કરાયેલા ટિકિટોનું રિફંડ અપાયું હતું’એમ રેલવે દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રિફંડની આખી પ્રક્રિયા સંપૂર્ણ પણે પુરી કરી દેવામાં આવી હતી. જે ખાતામાંથી મુસાફરોએ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.