કોરોના સંકટ વચ્ચે મોદી સરકારનો નિર્ણયઃ માર્ચ 2021 સુધી નહીં શરૂ થાય કોઈ નવી યોજના

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવેલી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે

 

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે દેશનું અર્થતંત્ર નબળું પડી ગયું છે. તેના કારણે રેવન્યુ નુકસાન તો થયું જ છે પરંતુ સાથે સરકારનો ખર્ચો પણ વધ્યો છે. તેની અસર સરકારની અનેક નવી યોજનાઓ પર વર્તાવા લાગી છે. હકીકતે કેન્દ્ર સરકારે નવી યોજનાઓની શરૂઆત પર રોક લગાવી દીધી છે. નાણાં મંત્રાલયે વિભિન્ન મંત્રાલયો અને વિભાગ દ્વારા આગામી નવ મહીના અથવા તો માર્ચ 20121 સુધી સ્વીકૃત નવી યોજનાઓની શરૂઆત પર રોક લગાવી છે.

કોરોના સામેની લડાઈમાં આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા નાણાં મંત્રાલયે 2020-21ના નાણાંકીય વર્ષ માટે કોઈ નવી યોજનાની શરૂઆત પર રોક લગાવી છે. મંત્રાલયે સ્વીકૃત કે મૂલ્યાંકન શ્રેણીમાં હોય તેવી યોજનાઓ પર રોક લગાવી છે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે જે યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેના પર પણ આ આદેશ લાગુ પડશે.

જોકે આત્મનિર્ભર ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પર કોઈ રોક નહીં મુકાય. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં વિભિન્ન મંત્રાલયોને સ્પષ્ટ રીતે નવી યોજનાઓની શરૂઆત ન કરવા જણાવાયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.