કોરોના કહેર : છેલ્લા 24 કલાકમાં 9,851 નવા કેસ નોંધાયા, 273 લોકોના મોત

દેશમાં કોરોના કેસમાં ઘણો મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 10 હજાર નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલી અપડેટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 9,851 નવા કેસ સામે આવ્યા છે અને 273 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ એક જ દિવસમાં 5,355 લોકો સાજા પણ થયા છે.

હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2,26,770 પર પહોંચી છે, જેમાંથી 6,348 લોકોના મૃત્યુ થયા છે. રાહતની વાત છે કે કોરોનાની જંગ જીતનાર લોકોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 50 ટકા એટલે કે 1,09,462 લોકો સાજા થઇ ચુક્યા છે. હાલ દેશમાં 1,10,960 એક્ટિવ કેસ છે.

કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો થયો છે. આઇસીએમઆરના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,43,661 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક દિવસમાં ટેસ્ટ કરવાનો આ સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધીમાં 43,86,376 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 123 લોકોના મૃત્યુ થયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ત્યારે એક દિવસ પહેલા 122 લોકોએ કોરોના સંક્રમણથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 2710 લોકોના મૃત્યુ થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.