ડાર્ક વેબમાં ભારતનાં એક લાખ નાગરિકોના આઈડી કાર્ડની વિગતો વેચાતી હોવાનો દાવો

– આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટની વિગતો લીક, આઇડી કાર્ડ્સ થર્ડ પાર્ટીએ લીક કર્યાની શક્યતા, હેકર્સ પાસે સ્કેન કોપી હોવાનો સાઈબર ઈન્ટેલિજન્સ ફર્મ સાઈબલનો દાવો

 

સાઈબર ઈન્ટેલિજન્સ ફર્મ સાઈબલના અહેવાલમાં દાવો થયો હતો કે ભારતના એક લાખ નાગરિકોનો ડેટા ડાર્ક વેબમાં વેંચાઈ રહ્યો છે. એમાં પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડની વિગતોનો સમાવેશ થાય છે. એજન્સીના કહેવા પ્રમાણે આ યુઝર્સના આઈડી કાર્ડની સ્કેનકોપી હેકર્સ પાસે છે.

સાઈબર ઈન્ટેલિજન્સ ફર્મ સાઈબલના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના એક લાખ યુઝર્સના આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટની વિગતો ડાર્ક વેબમાં વેચવા મૂકવામાં આવી છે. હેકર્સ પાસે ભારતના એક લાખ યુઝર્સના નેશનલ આઈડીની સ્કેન કોપી ઉપલબ્ધ છે. આ ડેટા થર્ડ પાર્ટીએ લીક કર્યો હોવાની શક્યતા છે. અથવા તો થર્ડ પાર્ટીને નિશાન બનાવીને હેકર્સે આ ડેટા મેળવ્યો હોય એવી પણ શક્યતા છે. એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે આ ડેટા સરકારી સિસ્ટમમાંથી લીક થયો નથી.

એજન્સીએ ચેતવણી આપી હતી કે જે યુઝર્સની સંવેદનશીલ માહિતી હેકર્સના હાથમાં છે, તેમને આર્થિક નુકસાન થઈ શકે છે. તેમના આ નેશનલ આઈડીના માધ્યમથી હેકર્સ તેમના બેંક એકાઉન્ટને ટાર્ગેટ કરી શકે છે.

ભારતના અલગ અલગ રાજ્યોના આઈડી કાર્ડ ડાર્ક વેબમાં મૂકાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.