આઠમી જૂનથી મર્યાદિત સંખ્યામાં ચારધામ યાત્રા શરૂ

– બદ્રીનાથ,કેદારનાથ,ગંગોત્રી અને યમુનોત્રી જેવા ચાર પવિત્ર યાત્રાધામો

 

આઠમી જુનથી મર્યાદિત સંખ્યામાં ચારધામ યાત્રાની શરૂઆત કરાશે, એમ ઉત્તરાખંડ સરકારે આજે કહ્યું હતું.’ અમે આઠમી જૂનથી યાત્રાને શરૂ કરવાની તૈયારીઓ કરીએ છીએ’એમ કેબિનેટ મંત્રી અને સરકારના સત્તાવાર  પ્રવકતા મદન કૌશિકે કહ્યું હતું. પ્રારંભમાં મર્યાદિત સ્તરે યાત્રા શરૂ કરાશે અને અન્ય રાજ્ય સરકારો સાથે વાતચીત કર્યા પછી અન્ય રાજ્યોના શ્રધ્ધાળુઓ માટે પણ અમે તેને શરૂ કરીશું, એમ તેમણે કહ્યું હતું.

હિમાયલ પર્વતમાળામાં આવેલા પ્રખ્યાત બદ્રીનાથ,કેદારનાથ,ગંગોત્રી અને યમુનોત્રી જેવા ચાર પવિત્ર યાત્રાધામોને આશરે દોઠ મહિના ખુલ્લા  કરાયા હતા, પરંતુ કોરોનાવાઇરસની મહામારીના કારણે ભક્તોને મંદિરમાં પ્રેવશની મંજૂરી અપાઇ નહતી.આ મંદિરોના ઇતિહાસમાં પહેલી જ વખતે એવું બની રહ્યું છે કે મહામારીના કારણે ભક્તોને મંદિરમાં દર્શનની મંજુરી અપાઇ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.