લૉકડાઉનમા જળ, જંગલ, જમીન, હવાને ફાયદો થયો છે. નદીઓના પાણી ચોખ્ખા થયા, હવા સ્વચ્છ થઈ. જંગલોમાં પણ પ્રાણીઓને મોકળાશ મળી છે. દેશના સૌથી પહેલા મરીન નેશનલ પાર્ક માં પણ લૉકડાઉનની હકારાત્મક અસર દેખાઈ છે. લૉકડાઉન દરમિયાન ફિશિગ, બોટિંગ બંધ હોવાથી ઘણો ફેરફાર છે. ગેરકાયદે ફિશિગથી મોટું નુકશાન થતું હતું. હવે ચોમાસામાં પણ ફિશિગ, બોટિંગ બંધ રહેવાથી જીવસૃષ્ટિ ને લાભ થયો છે. પરવાળાના ટાપુઓ સમુદ્રના કુલ વિસ્તારના 5 ટકા જ હોય છે પણ જૈવિક વિવિધતાના 25 ટકા જીવો માટે આવાસ હોય છે એટલે તેમને સમુદ્રના વર્ષાવનો કહેવાય છે.
- પરવાળાની શૃંખલાઓ દરિયાના મોજાં, તોફાનો, સુનામી જેવી આફતો સામે રક્ષણ આપે છે. દુનિયાના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી 25 ટકા પરવાળાના ક્ષેત્રોમાંથી મળે છે. જામનગર મરીન નેશનલ પાર્ક અંદાજે 600 ચો.કિ.મી.વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં 42 ટાપુઓ છે જેમાંથી 34 ટાપુઓની ફરતે પરવાળાઓની શૃંખલાઓ છે. પીરોટન ટાપુમાં ક્યારેક ડોલ્ફિન પણ જોવા મળે છે. હવાનું પ્રદૂષણ લૉકડાઉનમા ‘ડાઉન’ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એપ્રિલમાં જનતા કરફ્યુના એક અઠવાડિયા પહેલાં તથા જનતા કરફ્યુ અને લૉકડાઉન દરમિયાન એક અઠવાડિયા સુધી એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ ગાંધીનગર, વટવા, મણીનગર, અંકલેશ્વર અને વાપી જેવા સ્થળોએ કરવામાં આવ્યું. ગાંધીનગરમાં લોકડાઉન દરમિયાન પરિસ્થિતિ સુધરી. મણિનગર ખાતે લોકડાઉન પહેલા pm10 જે નિયત માત્રા કરતાં વધારે હતું જેમાં ઘટાડો થયો. લૉકડાઉન દરમિયાન હવા શુદ્ધ થઈ. વટવામાં પણ પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે. અંકલેશ્વર અને વાપીમાં હવા શુદ્ધ થઈ છ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.