રાજધાની દિલ્હીમાં આંધી તોફાનની શક્યતા, ગુજરાતમાં પણ વરસાદની સંભાવના

ચક્રવાતી તોફાન નિસર્ગ નબળું પડ્યું છે પરંતુ ભારે વરસાદના સ્વરૂપમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે આજે દિલ્હી એનસીઆરમાં આંધી તોફાન અને ગાડવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

આ સાથે જ હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ અનુસાર આગામી અમુક કલાકોમાં દિલ્હીમાં ધુળ સાથે પવન અને તે બાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અનુમાન પ્રમાણે ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં શુક્રવારની સવારે વરસાદ થઈ છે. કાનપુર અને લખનૌમાં વરસાદ પડી શકે છએ. અહી વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો આવ્યો છે.

હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઝારખંડ, છત્તીસગઢ, તેલંગણા, બિહાર, પ. બંગાળ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, અંદામાન અને નિકોબાર. ઓડિશા, આંધ્રપ્રદેશના કેટલાંક ભાગોમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

ઉત્તરાખંડમાં શુક્રવારે તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભયને જોતા હવામાન વિભાગ દ્વારા અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નિસર્ગની અસરના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 24 કલાકમાં ભારે વરસાદ આવ્યો. તેમજ આજે પણ અહીં અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.