ફુલ કરાવી દો તમારા વાહનોની ટાંકી, આ રાજ્યમાં પણ વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ

સરકાર હાલ પેટ્રોલ અને ડીઝલના વેચાણ ઉપર 21 ટકા કર વસૂલે છે જેમાં 17 ટકા વેટ અને 4 ટકા સેઝ છે.

 

અનલોક 1.0માં હવે તમામ રાજ્યોને પોતાને થયેલા નુકસાનની ચિંતા સતાવવા લાગી છે. મોટાભાગના રાજ્યોએ લોકડાઉનના કારણે થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા પેટ્રોલ-ડીઝલના ભાવો વધારી દીધા છે. ત્યારે આ બધા વચ્ચે અનેક રાજ્યો એવા પણ છે જેણે હજુ સુધી ભાવોમાં કોઈ વધારો નથી કરેલો. જોકે હવે તેમને પણ આર્થિક નુકસાનનું દુખ કઠવા લાગ્યું છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઈ શકે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર કોરોનાના કારણે થયેલા રેવન્યુ નુકસાનની ભરપાઈ માટે પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણો પર વેટ વધારવા વિચારી રહી છે તેમ જણાવ્યું હતું. ગુજરાત સરકાર હાલ પેટ્રોલ અને ડીઝલના વેચાણ ઉપર 21 ટકા કર વસૂલે છે જેમાં 17 ટકા વેટ અને 4 ટકા સેઝ છે.

ગુજરાતમાં પેટ્રોલ સૌથી સસ્તું

નીતિન પટેલે જણાવ્યું કે, ‘ગુજરાતમાં વેટનો દર અને ઈંધણની કિંમતો બંને દેશમાં સૌથી ઓછા છે. લોકડાઉનના કારણે વેપાર બંધ હોવાથી અમે જીએસટી સંગ્રહમાં ઘટાડાના કારણે મહત્વની રેવન્યુ ખોઈ છે. સાથે જ લોકડાઉનના કારણે પ્રભાવિત થયેલા લોકોને રાહત પેકેજ આપવા વધારાનો ખર્ચ પણ થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.