નિઝામુદ્દીન મરકઝ કેસમાં સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી: કેન્દ્ર સરકાર

નિઝામુદ્દીન માર્કાઝના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની તપાસ લેવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે.

દાખલ કરેલા એક સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું હતું કે કાયદા મુજબ કેસની દૈનિક ધોરણે તપાસ કરવામાં આવી રહી છે.અને સમયબધ્ધ રીતે અહેવાલ રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

દિલ્હી પોલીસ નિઝામુદ્દીન મરકઝમાં આયોજિત કાર્યક્રમના સંદર્ભમાં સતત ચાર્જશીટ દાખલ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં આરોપી 900 થી વધુ વિદેશી નાગરિકો 34 જુદા જુદા દેશોના છે, તેમના પર આરોપ છે કે તેઓ પર્યટક વિઝાની આડમાં ભારતની અંદર ધાર્મિક પ્રવૃતીઓમાં સંડોવાયેલા છે.

તેમના પર કેન્દ્ર સરકારને ખોટી માહિતી આપવાનો આરોપ છે. તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લેનારાઓમાં રશિયા, ફ્રાંસ, અમેરિકા, ચીન, સાઉદી અરેબિયા, બ્રાઝિલ, ફિલિપાઇન્સ, મોરોક્કો, ઓસ્ટ્રેલિયા, જોર્ડન, અફઘાનિસ્તાન, ઇજિપ્ત અને મલેશિયાના નાગરિકોનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ લોકો દેશના અલગ-અલગ રાજ્યોમાં પહોંચ્યા હતા. તેમાંના સેંકડો લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, અને આમ કોરોના દેશના વિવિધ રાજ્યોમાં પ્રસરી ગયો હતો. જેનો ચેપ બીજા લોકોને પણ લાગી જતાં કોરોનાના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો.

ગયા સપ્તાહે સીબીઆઈએ તબલીઘી જમાત અને અજાણ્યા શખ્સો સામે પ્રાથમિક તપાસ શરુ કરવામાં આવી હતી. તબલીઘી જમાતના ટ્રસ્ટ દ્વારા શંકાસ્પદ રોકડ વ્યવહાર કરાયા હોવાની ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈએ તપાસ શરુ કરી હતી.

આ દરમિયાન દિલ્હી પોલીસે આ જમાતમાં સામેલ થયેલા વિદેશીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે. તેના વડા મૌલાના સાદ વિરુદ્ધ પણ IPCની વિવિધ કલમો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદો નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, નિઝામુદ્દીન વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે આવેલા તબલીઘી જમાતના બિલ્ડિંગમાં હજારો લોકો કોરોનાનું સંકટ હોવા છતાંય ઘણા દિવસો સુધી રહ્યા હતા.

આ મામલે જ્યારે વિવાદ ભડક્યો ત્યારે પોલીસને પણ બિલ્ડિંગ ખાલી કરાવતા નાકે દમ આવી ગયો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ આ મામલે દખલગીરી કરવી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.