BJP નેતા સોનાલી ફોગાટે અધિકારીને તમાચો માર્યો, વીડિયો થયો વાયરલ

હરિયાણાંના હિસારના આદમપુર વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ સામે ચૂંટણી લડનારી ભાજપની નેતા સોનાલી ફોગાટે એક સામાન્ય બાબતને લઈને અધિકારીને તમાચો ઝીંકી દીધો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોનાલી ફોગાટ હિસારમાં એક અનાજની માર્કેટની મુલાકત લેવા પહોંચી હતી ત્યાં તેમની માર્કેટ કમિટિના સેક્રેટરી સુલ્તાન સિંહ સાથે ચકમક થઈ. આ વિવાદ એટલો વધી ગયો કે સોનાલીએ બધાની સામે તે અધિકારીને તમાચો ઝીંકી દીધો.

વાઈરસ વીડિયોમાં અધિકારી સોનાલીને વારંવાર અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે એટલી ગુસ્સામાં હતી કે તેણે તે અધિકારી પર હાથ ઉઠાવી દીધો, ચર્ચા દરમિયાન સોનાલી સતત અધિકારી પર સતત ગુસ્સો કરતી જોવા મળી. સોનાલીને આટલો ગુસ્સો કેમ આવ્યો તે હતું સ્પષ્ટ થયું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.