શૂટિંગમાં 65 વરસથી વધુ વયના લોકો સામેલ નહીં થઇ શકે એવા નિર્ણયનો વિરોધ

– પરિણામે એસોસિયેશને સરકારને બે સૂચનો પર ફેરફાર કરવાની વિંનતી કરી છે

 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શૂટિંગની મંજૂરી આપી દીધી છે. પરંતુ સાથેસાથે તેમણે ચોક્કસ નિયમોનું પાલન કરવાનું જણાવ્યું છે. શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીએ સરકારની આ પરિમશનને આવકારી હતી, પરંતુ હવે તેમને સરકારના બે સૂચનો પર મુંઝવણ થઇ રહી છે. ઘણા કલાકારોએ પણ શૂટિંગ કરવા માટે વય પર પ્રતિબંધ મૂકવાનો  વિરોધ દર્શાવ્યો છે.

હવે ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેકટસે ે એસોસિયેશને મુખ્યમંત્રી કાર્યાલયને બે સૂચનોમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. સંગઠન તરફથી  મુખ્યમંત્રીને આપેલા એક પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમે તમને જણાવા ઇચ્છીએ છીએ કે, પીઢ અભિનેતાઓ અન ેદિગ્દર્શકો જેવા કે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, પરેશ રાવલ, અન્નુ કપૂર, નસીરૂદ્દીન શાહ, ધર્મેન્દ્ર, શક્તિ કપૂર, મિથુન ચક્રવર્તી, પંકજ કપૂર, જેકી શ્રોફ, કબીર બેદી, રાકેશ બેદી, અમિલ શર્મા, ડેવિડ ધવન, સુભાષ ઘાઇ, શ્યામ બેનેગલ, મણિ

રત્નમ, પ્રકાશ ઝા, શેખર કપૂર, પ્રિયદર્શન, વિધુ વિનોદ ચોપરા, મેહશ ભટ્ટ, ગુલઝાર, જાવેદ અખતર ૬૫ વરસથી વધુ વયના છે. એવામાં ૬૫ વરસથી વધુ વયના લોકોને શૂટિંગમાં સમાવેશ ન કરવાનું સૂચન આ પીઢ કલાકારોને કામ કરતા રોકે છે. અમારા માટે આ લોકો વગર શૂટિંગ શક્ય નથી.

આ ઉપરાંત તેમણે બીજી વાત તરફ પણ સરકારનું ધ્યાન દોર્યું છેકે, કોવિડ-૧૯ મહામારીથી વધતી રોગીઓની સંખ્યાને કારણે રાજ્ય પહેલાથી જ ડોકટરો અને નર્સોની ઊણપ ભોગવી રહ્યું છે. તેવામાં ડોકટર માટે આ વ્યવહારિક નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.