આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં જામશે વરસાદી માહોલ, અમરેલીમાં પ્રથમ વરસાદે જ અનેક નદીઓમાં પૂર

રાજ્યમાં નિસર્ગ વાવાઝોડ અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદનું આગમન થયું છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા ચોમાસું સમયસર બેસવાના પણ સંકેત આપવામાં આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ,કચ્છમાં પણ વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસુ સમયસર બેસવાના સંકેત પણ આપવામાં આવ્યા છે.

તો આજે અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જ જિલ્લાની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલી અને રાજુલામાં પોણા બે ઇંચથી રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો, ખાંભા અને ધારીના ગામડાઓમાં વરસાદનું આગમન થયું હતું. ગીરના જંગલ સરસીયા વીડીમાં પણ વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.